સ્પા સેન્ટરની આડમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, 4 યુવતી અને 8 યુવક રંગેહાથ ઝડપાયા

દુર્ગા શક્તિ ટીમે સ્પા સેન્ટર અને કાફેમાં દરોડા પાડ્યા, દેહ વેપારના ગોરખધંધાનો થયો પર્દાફાશ

દુર્ગા શક્તિ ટીમે સ્પા સેન્ટર અને કાફેમાં દરોડા પાડ્યા, દેહ વેપારના ગોરખધંધાનો થયો પર્દાફાશ

 • Share this:
  કૈથલ. હરિયાણા (Haryana)ના કૈથલ જિલ્લામાં પોલીસે સેક્સ રેકેટ (Sex Racket)નો ભાંડો ફોડી દીધો છે. સિટી પોલીસે સ્પા સેન્ટર (Spa Center) અને એક કાફે (Café)થી દેહ વેપારના આરોપમાં મંગળવારે 12 લોકોની ધરપકડ કરી. પોલીસને ઘણા સમયથી આ સ્થળો પર દેહ વેપારની સૂચના મળી રહી હતી. પોલીસે સ્પા સેન્ટરથી બે યુવક, બે યુવતીઓ, માલિક રિંકૂ ઉર્ફે મોન્ટી અને કાફેથી બે યુવતીઓ, પાંચ યુવકોની ધરપકડ કરી છે. કાફે માલિક બિટ્ટૂ દરોડા (Police Raid) પહેલા જ ફરાર થઈ ગયો હતો. પોલીસ (Police) 12 આરોપીઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ એક યુવક તકનો લાભ લઈને ફરાર થઈ ગયો.

  ધરપકડ કરવામાં આવેલી યુવતીઓમાંથી બે દિલ્હી અને બે કરનાલની રહેવાસી છે. બીજી તરફ, પોલીસ સ્ટેશનથી યુવક ફરાર થવાની ઘટના પર એસ.પી. લોકેન્દ્ર સિંહે ગંભીર નોંધ લીધી છે. તેઓએ તેની તપાસના આદેશ આપ્યા છે. પોલીસે જણાવ્યું કે તેમને સૂચના મળી હતી કે અંબાલા રોડ પર ગોલ્ડન કાફે તથા રોયલ સ્પા સેન્ટરની આડમાં અનૈતિક ધંધો ચાલી રહ્યો છે. ત્યારબાદ દુર્ગા શક્તિ ટીમની ઈન્ચાર્જ દર્શના દેવી, કમલેશ તથા સિટી પોલીસની ટીમે દરોડા પાડ્યા.

  આ પણ વાંચો, UP પંચાયત ચૂંટણી: પીલીભીતમાં શિવજીનો વેશ ધારણ કરી ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવાર, ગુંજ્યો ‘હર-હર મહાદેવ’નો નાદ

  પકડાયેલા યુવકો જીંદ અને કૈથલ જિલ્લાની આસપાસના ગામના હોવાનું સામે આવ્યું છે. તમામ લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. ફરાર કાફે સેન્ટર સંચાલક તથા એક યુવકની ધરપકડ કરવા માટે તપાસ ચાલી રહી છે.

  આ પણ વાંચો, દહેજમાં ક્રેટા ગાડી અને બે લાખ ન આપતાં પુત્રવધૂની કરી દીધી હત્યા, પતિ સહિત 4 લોકો ફરાર  સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા દેહ વેપારને રોકવા માટે પોલીસની શહેરમાં આ બીજી રેડ છે. આ પહેલા ક રેડ નિષ્ફળ રહી ચૂકી છે. આ રેડને નિષ્ફળ કરનારી પણ સિવિલ લાઇન લાઇન પોલીસ સ્ટેશનનો એક કર્મચારી હતો, જે સૂચનાઓ લીક કરતો હતો. એસપી લોકેન્દ્ર સિંહના ધ્યાનમાં આ મામલો આવ્યો તો તે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદથી શહેરમાં સતત બીજી રેડ કરવામાં આવી જે સફળ રહી.
  Published by:Mrunal Bhojak
  First published: