રસ્તા વચ્ચે બે આખલા વચ્ચે યુદ્ધ, બાઈક ચાલકને કચડ્યો - VIDEO
આખલા યુદ્ધ
bull war video : રેવાડી (Rewari) ના બાવલ રોડ પર રસ્તાની વચ્ચોવચ લડતા બે બળદે બાઇક સવારને કચડી નાખ્યો, લડાઈની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, સ્થાનિક લોકોએ આ રખડતાં ઢોરને ભગાડ્યા, છેલ્લા ત્રણ વર્ષમાં 3 લોકોએ આવા અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે.
Bull Fight : વહીવટીતંત્ર રેવાડી જિલ્લાને ભલે રખડતા ઢોરથી મુક્ત જિલ્લો બતાવવાનો દાવો કરે છે, (Haryana News)પરંતુ હકીકતમાં સ્થિતિ ખુબ જ વણસી ગઈ છે. રેવાડીમાં કદાચ જ કોઈક દિવસ એવો પસાર થાય કે, જ્યારે રખડતાં પ્રાણીઓ કોઈને નુકસાન ન પહોંચાડે અથવા એ પ્રાણીઓ પોતે અકસ્માતમાં ઘાયલ ન થયા હોય. (Destitute Animal) રખડતા પ્રાણીઓના કારણે અકસ્માતની ખબર દરરોજ સામે આવે છે, પરંતુ તાજેતરનો વીડિયો રેવાડીના બાવલ રોડ પર જલિયાવાસ ગામથી વાયરલ થયો છે. અહીં રસ્તાની વચ્ચોવચ, બે બળદ (bull war video) ડતા લડતા બાઇક સવારને કચડી નાખ્યો હતો. (Rewari Viral Video)
બે બળદની લડાઈની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજ ખૂબ ભયાનક છે, કેવી રીતે અચાનક બે બળદ રસ્તા પર લડતા લડતા આવ્યા અને બાઇક સવારને કચડીને આગળ વધ્યા. સદનસીબે બાઇક સવાર વ્યક્તિને સામાન્ય ઇજાઓ જ થઇ હતી. તે જ સમયે, સ્થાનિક લોકોએ કોઈક રીતે આ રખડતાં ઢોરને ભગાડ્યા.
" isDesktop="true" id="1233043" >
સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં અવારનવાર આવી જ પરિસ્થિતિ રહે છે, લોકો ભયના હેઠળ જીવવા મજબૂર છે. જણાવી દઈએ કે રેવાડી શહેરમાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં દરરોજ આવી ઘટનાઓ સામે આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં 3 લોકોએ આવા અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે.
હાલમાં જ રેવાડીના હંસ નગરમાં એક બાળક પર ગાય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, રેવાડી શહેરની અંદર બે આખલાઓએ લડાઈ લડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, તેવી જ રીતે બાવળના ઔદ્યોગિક વિસ્તારમાં આખલાએ કંપનીના કર્મચારીને ઘાયલ કર્યો હતો. રેવાડીના પૂર્ણા નગરમાં બે બળદ લડતા લડતા ઘરના દરવાજા સાથે અથડાયા હતા, જેમાં દાદી અને પૌત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર