Home /News /national-international /

Reshma Buffalo: સુલતાન બુલના માલિકે તૈયાર કરી દેશની સૌથી મોંઘી ભેંસ, દિવસમાં આપે છે 33 લીટર દૂધ

Reshma Buffalo: સુલતાન બુલના માલિકે તૈયાર કરી દેશની સૌથી મોંઘી ભેંસ, દિવસમાં આપે છે 33 લીટર દૂધ

હવે આ ભેંસની કિંમત લાખો રૂપિયા છે

Haryana news - ભેંસનું દૂધ એટલું બધું છે કે એક જ વ્યક્તિ તેને દોહી શકતો નથી. તેથી તેને દૂધ દોહવા માટે બે વ્યક્તિ લાગે છે, હવે આ ભેંસની કિંમત લાખો રૂપિયા છે પણ માલિક તેને વેચવા માંગતો નથી

ચંદીગઢ : હરિયાણા (Haryana)નું ગૌરવ કહેવાતા પ્રખ્યાત જોટે સુલતાન (Sultan Bull)નું હાર્ટ એટેકથી અવસાન થઇ ગયું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સમયે તેની કિંમત 21 કરોડ રૂપિયાથી પણ વધારે બોલવામાં આવતી હતી. હવે એ જ સુલતાનના માલિકે દેશની નંબર વન ભેંસ તૈયાર કરી છે. આ ભેંસનું નામ રેશ્મા (Reshma Buffalo) છે. રેશ્મા ભેંસ દેશની નંબર વન ભેંસ (Country’s Number one Buffalo) બની છે. તેણે 33 લીટર 800 ગ્રામ દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો છે. હવે આ ભેંસની કિંમત લાખો રૂપિયા મળી રહી છે.

ભેંસના માલિક નરેશ કુમારે રેશ્માને રૂ.1.40 લાખમાં ખરીદી હતી. નરેશે આ ભેંસની સારી સંભાળ રાખી અને સારો ખોરાક આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ રેશ્માનું દૂધ વધતું ગયું અને હવે રેશ્માએ 33 લીટર 800 ગ્રામ દૂધ આપીને નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે એક સપ્તાહ સુધી આ ભેંસના દૂધની માપણી કરી હતી અને નરેશને દેશમાં સૌથી વધુ દૂધ આપતી રેશમાનું પ્રમાણપત્ર મોકલ્યું હતું. નરેશ પાસે આ ભેંસને ખરીદવા માટે લોકો પહોંચી રહ્યા છે. પરંતુ નરેશ કહે છે કે તેઓ આ ભેંસને નહીં વહેંચે.

આ પણ વાંચો - ટ્યૂશન ટીચર સ્ટૂડન્ટને બાંધતી હતી રાખડી! પિતા સાથે હતા શારિરીક સંબંધો, 7 વર્ષમાં ખર્ચ કરાવ્યા 40 લાખ

કેવો છે રેશ્માનો ખાસ ખોરાક?

નરેશ અને તેનો પરિવાર રેશમાનું સારી રીતે ધ્યાન રાખે છે. નરેશે જણાવ્યું કે ભેંસને દરરોજ લીલા ઘાસની સાથે મિનરલ, ચોકર, મિક્સચર, સરસવનું તેલ અને ગોળ પણ આપવામાં આવે છે. ભેંસનું દૂધ એટલું બધું છે કે એક જ વ્યક્તિ તેને દોહી શકતો નથી. તેથી તેને દૂધ દોહવા માટે બે જણ લાગે છે. હવે આ ભેંસની કિંમત લાખો રૂપિયા છે પણ નરેશ તેને વેચવા માંગતા નથી.

સુલતાનને નહીં ભૂલી શકે નરેશ

નરેશનું કહેવું છેકે, સુલતાને અમને તે નામના અપાવી જેના કારણે દેશ-વિદેશમાં અમને અનેક લોકો ઓળખવા લાગ્યા છે. તેની કમી હંમેશા અમને અનુભવાશે. પરંતુ હવે અમે અન્ય કોઇ બુલ તૈયાર કરીશું. પશુઓમાં નામ ખૂબ કમાયું પરંતુ સુલતાન જેવું કોઇ જ નથી. હવે મર્રાહ પ્રજાતિની રેશ્મા ભેંસ પણ ભારે નામના કમાઇ રહી છે. તેણે સૌથી વધુ દૂધ આપીને દેશમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અનેક લોકો તેને ખરીદવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ અમે રેશ્માને વહેંચશું નહીં.
Published by:Ashish Goyal
First published:

Tags: Haryana News, હરિયાણા

આગામી સમાચાર