પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના બે દીકરાઓને ગોળી મારી, એકનું મોત, પુત્રવધૂઓ પણ ઘાયલ

પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના બે દીકરાઓને ગોળી મારી, એકનું મોત, પુત્રવધૂઓ પણ ઘાયલ
આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર સતવીરની ફાઇલ તસવીર

કોઈ બાબતે ઝઘડો થતાં ઇન્સ્પેક્ટરે બંને દીકરાએ પર સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી દીધું, ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર

 • Share this:
  વીરેન્દ્ર પુરી, કૈથલઃ હરિયાણાના કૈથલ જિલ્લાની પોલીસ લાઇનમાં ઇન્સ્પેક્ટરના પદે તૈનાત સતવીર નામના એક પોલીસકર્મીએ પોતાના બે દીકરાઓને ગોળી મારી દીધી. આ દરમિયાન એક દીકરાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. બીજી તરફ બચાવ માટે વચ્ચે આવેલી બંને પુત્રવધૂ પણ ઘાયલ થઈ છે. ઘાયલ પુત્ર અને બંને પુત્રવધૂઓને ગંભીર હાલતમાં રોહતક પીજીઆઈ રેફર કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector)  ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

  મળતી જાણકારી મુજબ, મોડી રાત્રે લગભગ 12 વાગ્યે ઇન્સ્પેક્ટર અને દીકરાઓ વચ્ચે કોઈ વાતે વિવાદ થયો હતો. વિવાદ એ હદે વધી ગયો કે ઇન્સ્પેક્ટરે પોતાની લાઇસન્સવાળી રીવોલ્વર બહાર કાઢી અને ફાયરિંગ કરી દીધું. ફાયરિંગમાં એક દીકરાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. આ દરમિયાન બંને પુત્રવધૂઓ પણ બચાવ ગઈ અને છત પરથી કૂદી પડી અને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.  સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી

  આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર ક્વાર્ટરમાં રહેતા હતા. તેણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી. સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના પ્રહલાદ સિંહે તેની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું કે ઘાયલોના નિવેદન લેવા માટે તેઓ રોહતક પીજીઆઈ જઈ રહ્યા છે. ત્યારબાદ જ જાણી શકાય કે ઇન્સ્પેક્ટરે આવું પગલું કેમ ઉઠાવ્યું. પ્રારંભિક તપાસમાં આ મામલો ઘરેલૂ કલહનો હોવાનું લાગી રહ્યું છે.

  આ પણ વાંચો, Lockdown: બાઇક સવાર બે યુવકોએ રસ્તા વચ્ચે ફેંકી 100-100ની નકલી નોટો

  આરોપી ઇનસ્પેક્ટરની શોધખોળમાં લાગી પોલીસ

  બીજી તરફ, આરોપી ઇન્સ્પેક્ટરની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનું માનીએ તો ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. હાલ પોલીસ આરોપીની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેમણે આ પગલું કેમ ઉઠાવ્યું. ઘાયલોના નિવેદન બાદ જ સમગ્ર હકીકત સામે આવી શકશે.

  પોલીસકર્મી શું ડિપ્રેશનમાં છે?

  ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન શરૂ થવાથી અત્યાર સુધી હરિયાણા પોલીસના કર્મચારી ડિપ્રેશનમાં જોવા મળી રહ્યા છે. હિસારમાં સિપાહી વિક્રમે પોતાની પત્નીની હત્યા કરી દીધી હતી. બીજી તરફ, રવિવારે ગુરુગ્રામમાં તૈનાત ઇનસ્પેકટરે આત્મહત્યા કરી લીધી. તો રવિવાર મોડી રાત્રે કૈથલમાં ઇન્સ્પેક્ટર સતબીરે પોતાના દીકરાઓ પર ફાયરિંગ કર્યું.

  આ પણ વાંચો, સુરત આવી રહેલાં સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ

   
  Published by:News18 Gujarati
  First published:April 20, 2020, 13:03 pm

  ટૉપ ન્યૂઝ