Home /News /national-international /પોલિસ હેડ કોન્સ્ટેબલે પોતાને મારી ગોળી, પત્ની સાથે ચાલી રહ્યો હતો વિવાદ

પોલિસ હેડ કોન્સ્ટેબલે પોતાને મારી ગોળી, પત્ની સાથે ચાલી રહ્યો હતો વિવાદ

ઘરકંકાસનો આવ્યો કરૂણ અંજામ, SWATમાં ફરજ બજાવી ચૂકેલા હેડ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું

ઘરકંકાસનો આવ્યો કરૂણ અંજામ, SWATમાં ફરજ બજાવી ચૂકેલા હેડ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું

    રોહતકઃ હરિયાણા (Haryana)ના રોહતક જિલ્લા (Rohtak District)માં એક હૃદય કંપાવી દેતો કિસ્સો (Shocking Incident) સામે આવ્યો છે. અહીં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ (Police Head Constable)એ પોતાને ગોળી મારી (Policeman shot himself) આત્મહત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજક મૃતક પોલીસ હેડ કોન્સ્ટેબલનો છેલ્લા ઘણા દિવસથી પોતાની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. મૃતક પોલીસ હેડ કોન્સ્ટેબલનું નામ સત્યેન્ર્ા મલિક (Satyendra Malik) છે અને તેમણે સુખપુરા ચોકની નજીક ઘરમાં આત્મહત્યા (Suicide) કરી દીધી. પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યેન્દ્ર મલિક હાલના સમયમાં પોલીસ લાઇન (Police Line)માં જ તૈનાત હતા. આ પહેલા તેઓ SWATની ટીમમાં તૈનાત હતા.

    પોલીસ હેડ કોન્ટેયેબલના શબનું આજે થશે પોસ્ટમોર્ટમ

    પોલીસ હેડ કોન્ટેયેબલ સત્યેન્દ્ર મલિકે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા (Suicide) કરી દીધી હોવાની જાણ થતાં સિટી પોલીસ (Rohtak Police)ના કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા અને શબની પાસેથી પિસ્તલ (Pistol) જપ્ત કરી દીધી છે. સાથોસાથ મૃતકના પરિવારના સભ્યોને ઘટના અંગે જાણ કરી દીધી. શબને પીજીઆઈ (PGI) લઈ જવામાં આવી છે. જ્યાં તેનું પંચનામું ભરીને શબગૃહમાં રાખી દેવામાં આવી છે. આજે શબનું પરિજનોના નિવેદનોના આધાર પર પોસ્ટમોર્ટમ (Post mortem) કરવામાં આવશે.

    આ પણ વાંચો, હેવાનિયત: 60 વર્ષીય ડૉક્ટરે દૂધમાં નશીલો પદાર્થ મેળવી 7 અને 3 વર્ષની બાળકીઓને પીવડાવ્યું, પછી આચર્યું દુષ્કર્મ

    મલિકના મોબાઇલમાંથી પુરાવા મળ્યા, તપાસમાં લાગી પોલીસ

    પોલીસના જણાવ્યા મુજબ, હેડ કોન્સ્ટેબલ સત્યેન્દ્ર મલિક (Police Head Constable Satyendra Malik)એ સોમવાર મોડી રાત્રે લગભગ સવા વાગ્યે પોતાને ગોળી મારી આત્મહત્યા (Suicide) કરી દીધી છે. જોકે પોલીસ (Police)નું કહેવું છે કે મામલા વિશે હાલમાં કંઈ પણ સ્પષ્ટ નથી થઈ રહ્યું. સત્યેન્દ્ર મલિક (Satyendra Malik)ની આત્મહત્યા કરવા પાછળનું કારણ પરિવારના સભ્યો આવ્યા બાદ જ જાણી શકાશે.

    આ પણ વાંચો, લોન માટે SBIની મોટી જાહેરાત, ઓછા વ્યાજ દર સાથે પ્રોસેસિંગ ફી પર 100 ટકાની છૂટ
    " isDesktop="true" id="1030029" >

    આ ઉપરાંત સ્થાનિક પોલીસને સત્યેન્દ્ર મલિકના મોબાઇલ (Mobile)માંથી પણ કેટલાક પુરાવા (Evidence) હાથ લાગ્યા છે. હાલ પોલીસ મામલાની તપાસ (Police Probe)માં લાગી ગઈ છે. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ પત્ની સાથે ચાલી રહેલા કંકાસથી કંટાળીને સત્યેન્દ્ર મલિકે પોતાની જાતને ગોળી મારી દીધી હોય એવું સામે આવી રહ્યું છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો