Home /News /national-international /

કરનાલમાં પોલીસે 4 સંદિગ્ધ આતંકવાદીઓને પકડ્યાં, મોટી સંખ્યામાં દારુ ગોળો મળી આવ્યો

કરનાલમાં પોલીસે 4 સંદિગ્ધ આતંકવાદીઓને પકડ્યાં, મોટી સંખ્યામાં દારુ ગોળો મળી આવ્યો

કરનાલમાં પોલીસે 4 સંદિગ્ધ આતંકવાદીઓને પકડ્યાં

Terrorists Arrested in Karnal: હરિયાણાનાં કરનાલ (Karnal District) જિલ્લામાં પોલીસે 4 સંદિગ્ધ આતંકવાદીઓની (4 Terrorist Arrested) ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે આ ચાર સંદિગ્ધ આતંકવાદીઓની પૂછપરછ કરવામાં લાગી છે. પોલીસની માનીયે તો કોઇ મોટી ઘટનાને તેઓ અંજામ આપી શકતા હતાં.

વધુ જુઓ ...
    કરનાલ: હરિયાણા પોલીસનાં (Haryana Police) હાથે મોટી સફળતા લાગી છે. પોલીસે હરિયાણાનાં કરનાલ જિલ્લામાં (Karnal District) 4 સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પકડાયેલાં આ સંદિગ્ધ આતંકીઓ પાસેથી (4 Terrorist Arrested) ભારે માત્રામાં હથિયાર મળી આવ્યાં છે. આંતકવાદીઓની મોટી સંખ્યામાં ગોળીઓ અને દારુગોળો કંન્ટેનરમાં લઇને જઇ રહ્યાં હતાં. પોલીસની માહિતી અનુસાર મળેલો દારુ ગોળો RDX હોઇ શકે છે. હાલમાં પોલીસની ઘણી ટીમ તપાસમાં લાગી છે.

    પોલીસની માહિતી અનુસાર, આંતકવાદી ઘણી જગ્યાએ મોટી ઘટનાઓને અંજામ આપી શકતાં હતાં.

    જાણકારી અનુસાર, 4 સંદિગ્ધ આતંકીઓની પાસે દારુ, ગોળી, હથિયાર મળી આવ્યાં છે. કહેવામાં આવે છે કે, ગુરવારે સવારે 4 વાગ્યે બસતાડા ટોલ પ્લાઝથી તમામની ધરપકડ થઇ ગઇ છે. આ તમામ ઇનોવા ગાડીમાં જઇ રહ્યાં હતાં. મધુબના થાણેમાં બોમ્બ નિરોધક ટીમ હાજર હતી. શરૂઆતી તપાસમાં માલૂમ થયું કે, આ તમામ પંજાબથી દિલ્હીની તરફ જઇ રહ્યાં હતાં. અને આઇબીની રિપોર્ટને આધારે નાકેબંધી કરવામાં આવી અને તેમને ઝડપી પાડવામાં આવ્યાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Haryana Crime, Haryana police, Haryana Terrorist

    આગામી સમાચાર