Home /News /national-international /VIDEO: કિન્નરે ગરીબ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા, એટલો ખર્ચો કર્યો કે ગામલોકો જોતા રહ્યાં
VIDEO: કિન્નરે ગરીબ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા, એટલો ખર્ચો કર્યો કે ગામલોકો જોતા રહ્યાં
કિન્નરે ગરીબ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા
આ બધું જોઈને છોકરીની માતા આંસૂ રોકી શક્યા નહોતા. છોકરીની માતા બેબી કિન્નરના ગળે વળગીને ખૂબ રોઈ હતી. તેમણે કહ્યું કે, બેબી કિન્નરે જે કર્યું કે, તે કોઈ કરી શકે નહીં.
પાનીપત: શહેરમાં એક દીકરીના લગ્નની ચર્ચા ચારેકોર થઈ રહી છે. અહીં એક કિન્નરે કન્યાદાન કર્યું છે. શહેરની બેબી કિન્નરે આવું કર્યું છે, જેને લઈને લોકો ભાવૂક થઈ ગયા હતા. કિન્નર હોવાના કારણે ભલે તે ક્યારેય મા ન બની શકી હોય, પણ બેબી કિન્નરે એક ગરીબ દીકરીને પહેલા તો નાનપણથી ઉછેરી અને તેના લગ્ન ધૂમધામથી કરાવ્યા. લગ્નમાં દુલ્હનને સોના ચાંદીના ઘરેણાં, જાનૈયાનું સ્વાગત, ખાવાની વ્યવસ્થા આ તમામ જવાબદારી કિન્નર બેબીએ ખુદ ઉઠાવી હતી.
આ લગ્નનો જે વીડિયો સામે આવ્યો છે, તેને જોઈને કદાચ આપની આંખમાં આંસૂ પણ આવી જાય. કારણ કે બેબી કિન્નરે ખુદ આ લગ્નો ખર્ચો ઉઠાવ્યો નહીં પણ એક માતાની માફક પોતાની ફરજ પણ નિભાવી, જે બાળકી નાનપણથી જ તેની પાસે રહેતી હતી, તેને ખુદ પોતાના હાથે ઉછેરી અને આજે તો મોટી થઈ તો, તેનું કન્યાદાન પણ કર્યું. આ બધું જોઈને છોકરીની માતા આંસૂ રોકી શક્યા નહોતા. છોકરીની માતા બેબી કિન્નરના ગળે વળગીને ખૂબ રોઈ હતી. તેમણે કહ્યું કે, બેબી કિન્નરે જે કર્યું કે, તે કોઈ કરી શકે નહીં. " isDesktop="true" id="1353750" >
લગ્નની તમામ રસો નિભાવી
છોકરીની માતાએ જણાવ્યું કે, તેમણે ક્યારેય જરાયે નહોતું વિચાર્યું કે, તેમની દીકરીના લગ્ન આટલા ધૂમધામથી થશે. માતા જ્યારે બેબી કિન્નરે વળગીને રડે છે, તેમને દિલાસો આપે છે કે, તેમની દીકરી હંમેશા ખુશ રહે. તો વળી બેબી કિન્નર જે આજે એક માતા તરીકેની તમામ રસમો અદા કરી, તે જણાવે છે કે, નાનપણથી જ જન્નત તેમની પાસે રહે છે, તે તેને પોતાની દીકરી માને છે. તેથી તેમણે જન્નતના આવા લગ્ન કરાવ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર