Home /News /national-international /ગજબ: સરપંચની ચૂંટણી હારેલા ઉમેદવારને ગામલોકોએ આપી શાનદાર કાર અને 2 કરોડ રૂપિયા

ગજબ: સરપંચની ચૂંટણી હારેલા ઉમેદવારને ગામલોકોએ આપી શાનદાર કાર અને 2 કરોડ રૂપિયા

haryana panchayat election

ચૂંટણી હારી ગયા પછી ઉમેદવારને શું મળે ? તમે કહેશો કંઈ નહીં, પણ હરિયાણામાં પંચાયત ચૂંટણીની એક એવી તસવીર સામે આવી છે, જેને જોઈને આપ પણ ચોંકી જશો.

રોહતક: ચૂંટણી હારી ગયા પછી ઉમેદવારને શું મળે ? તમે કહેશો કંઈ નહીં, પણ હરિયાણામાં પંચાયત ચૂંટણીની એક એવી તસવીર સામે આવી છે, જેને જોઈને આપ પણ ચોંકી જશો. અહીં સરપંચ ચૂંટણીમાં હારનારા ઉમેદવારને ઈનામ મળ્યું છે. ઈનામ પણ કંઈ જેવું તેવુ નહીં. બે કરોડ રૂપિયા અને શાનદાર આલીશાન કાર આપવામાં આવી છે. એટલું ગ્રામિણ લોકોએ રીતસરનું તેમનું ફુલો સાથે સ્વાગત કરી, ગાડીની ચાવી હાથમાં આપી હતી.

આ મામલો હરિયાણાના રોહતક જિલ્લાના ચિડી ગામનો છે. જ્યાં પંચાયત ચૂંટણીમાં હારનો સામનો કરનારા સરપંચ પદના ઉમેદવાર ગામના લોકોએ સન્માનિત કર્યા હતા. ગામલોકોએ હારેલા ઉમેદવાર ફુલહારથી અને નોટોના હાર પહેરાવીને સન્માન કર્યું હતું. એટલું જ નહીં ગ્રામ લોકોએ હારેલા ઉમેદવારને 2 કરોડ અને 11 લાખ રૂપિયા રોકડા અને એક આલીશાન ગાડી આપી હતી. તો વળી આ ખાપ પંચાયતે આ ઉમેદવારનું સન્માન કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: હરિયાણાઃ ગુરુગ્રામની હોટલમાં ધો.10ની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, 5માંથી 2ની ધરપકડ

આપને જણાવી દઈએ કે રોહતક જિલ્લાના ચિડી ગામના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની વિધાનસભા કિલોઈ વિસ્તારના ગામ છે. અહીં ધર્મપાલ નામના વ્યક્તિએ સરપંચની ચૂંટણી લડી હતી. 12 નવેમ્બરે થયેલી ચૂંટણીમાં 66 વોટથી તેઓ નવીન દલાલ સામે હારી ગયા. પણ ગામ લોકોએ ચૂંટણી હારવા છતાં આ ઉમેદવારનું ઢોલ વગાડી સન્માન કર્યું. સાથે જ ગામલોકોએ 2 કરોડ 11 લાખ ઉઘરાવીને રોકડા અને એક શાનદાર કાર ગીફ્ટમાં આપી.

ભાઈચારો બની રહે


ગામલોકોનું કહેવુ છે કે, ગામમાં ભાઈચારો બની રહે અને ઉમેદવાર નાસીપાસ ન થાય એટલા માટે આ સન્માન કર્યું છે. ચૂંટણીમાં હારેલા ઉમેદવાર ધર્મપાલે કહ્યું કે, ગામલોકોનું આ સન્માન જોઈને તેઓ હારેલા નહીં પણ જીતેલા હોવાનું અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે,જીતેલા ઉમેદવાર પ્રત્યે કોઈ દ્વેષ નથી. તેઓ ઈચ્છે છે કે ગામનો સારી રીતે વિકાસ થાય. ગામલોકો તરફથી આવું સન્માન જોઈને તેઓ ખૂબ ખુશ છે.
First published:

Tags: Election 2022, Rohtak

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો