હરિયાણાના ગામમાં છોકરીઓને જીન્સ પહેરવા પર પ્રતિબંધ

હરિયાણાના ગામમાં છોકરીઓને જીન્સ પહેરવા પર પ્રતિબંધ

 • Share this:
  હરિયાણા: હરિયાણાના એક ગામમાં છોકરીઓને જીન્સ પહેરવા પર અને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દિકરી બચાવો અને દિકરીને ભણાવો એ નારા વચ્ચે હરિયાણાના એક ગામનો આ ફતવો આશ્ચર્ય પમાડે છે.

  હકીકત એવી છે કે, હરિયાણાના રોહતક જીલ્લાના ઇશાપુર ખેરી ગ્રામ પંચાયત દ્વારા છોકરીઓને જીન્સ પહેરવા અને મોબાઇલ રાખ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગામ લોકોએ જણાવ્યું કે, એક વર્ષ દરમિયાન ઘણી છોકરીઓ છોકરાઓ સાથે ભાગી જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગામ ગોવાહાના-જીન્દ રોડ નજીક આવેલું છે.  આ ગામમાં છોકરીઓ હવે જીન્સ પહેરતા અને મોબાઇલ રાખતા ગભરાય છે. કેમ કે, ગ્રામ પંચાયત દ્વારા તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

  ગ્રામ પંચાયતના સરપંચ પ્રેમ સિંઘે જણાવ્યું કે, બે ત્રણ છોકરીઓ ગામમાંથી ભાગી જતા ગામની પ્રતિષ્ઠાને હાની પંહોચી છે. આથી, એક વર્ષ પહેલા અમે આ નિર્ણય લીધો છે. અમે ગામના દરેક મહોલ્લામાં આ અંગે મિટીંગ યોજીએ છીએ અને ગ્રામ પંચાયતના ફરમાનનું પાલન કરવા માટે જાગૃતિ ફેલાવીએ છીએ અને અમારા આ કામનું પરિણામ પણ આવ્યું છે. પહેલા ગામની દરેક છોકરીઓ જીન્સ પહેરીને કોલેજ જતી હતી પણ હવે આ તમામ છોકરીઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને જાય છે અને મોબાઇલ ફોન પણ રાખતી નથી.

  જો કે, આ ગામની છોકરીઓ પંચાયતના આ ફરમાનથી ખુશ નથી. એક છોકરીએ કહ્યું કે, છોકરીઓએ શું પહેરવુ એ નક્કી કરવાનો હક્ક કોઇને નથી. પંચાયતના સભ્યોએ તેની મધ્યયુગીન માનસિક્તા બદલવાની જરૂર છે. આજની દુનિયામાં મોબાઇલ ફોન અત્યંત જરૂરી બન્યા છે. આ વસ્તુઓનો ઉપયોગ કરતા અમને કોઇ રોકી શકે નહિં.
  Published by:News18 Gujarati
  First published:April 18, 2018, 11:04 IST