અંબાલા : હરિયાણાના (haryana)અંબાલા (Ambala)જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતો એક મામલો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમીને રાતના અંધારામાં પોતાના જ ઘરમાં રંગે હાથે પકડી લીધા હતા. જોકે પત્ની અને તેનો પ્રેમી પતિ પર હુમલો કરીને છતથી કુદીને ફરાર થઇ ગયા હતા. પોલીસે (Police)પીડિતની ફરિયાદ પર પત્ની અને તેના પ્રેમી સામે કેસ નોંધીને તપાસ શરુ કરી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતે જણાવ્યું કે 24 નવેમ્બરે તે પોતાના રૂમમાં બાળકો સાથે ઉંઘી રહ્યો હતો. બાળકનો રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયો હતો. તેણે જોયું તો તેની પત્ની બેડ પર ન હતી. બીજા રૂમમાં જઈને શોધી અને રૂમનો દરવાજો ખખડાવ્યો તો પત્નીએ દરવાજો ખોલ્યો હતો. તેણે પત્નીને પૂછ્યું કે અહીં શું કરી રહી છે તો પત્નીએ કહ્યું કે તે આ રૂમમાં ઉંઘી જશે.
જોકે પતિને શંકા જતા તેણે આખો દરવાજો ખોલીને જોયું તો દરવાજાની પાછળ તેના જ ગામનો અક્ષય ઉભો હતો. બંનેએ તેને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. પીડિતનો આરોપ છે કે અક્ષયે તેના માથામાં કોઇ વસ્તુથી પ્રહાર કર્યો હતો. અવાજ સાંભળીને પીડિતના માતા-પિતા પણ જાગી ગયા હતા. જેથી પત્ની અને પ્રેમી છતથી કુદીને ભાગી ગયા હતા. આ પછી તેમણે બન્નેને શોધ્યા હતા પણ કોઇ ભાળ મળી ન હતી. આ પછી તેમણે 112 પર કોલ કર્યો હતો.
પીડિતનું કહેવું છે કે બે-ત્રણ મહિના પહેલા પત્નીની હરકતોનો કારણે ગામમાં પંચાયત પણ થઇ હતી. જેમાં તેને માફી માંગીને ભવિષ્યમાં આવું ના કરવા કહ્યું હતું. પોલીસ આરોપીઓ સામે કેસ નોંધી કાર્યવાહી શરુ કરી છે.
મહારાષ્ટ્રમાં યૌન ઉત્પીડનનો એક એવો કેસ સામે આવ્યો છે જે સાંભળીને તમે સુન્ન થઇ જશો. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક 52 વર્ષના આધેડે 17 વર્ષની સગીરા પર બળાત્કાર (Rape)કર્યો છે. હેરાન કરે તેવી વાત એ છે કે આધેડ બાળકી સાથે આ કૃત્ય કરી રહ્યો હતો ત્યારે તે સમયે તેની માતા આધેડની મદદ કરી રહી હતી. સગીરાની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર