ગુજરાતીમાં એક કહેવત છે 'જર જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું' આ કહેવતમાં ધંધો ઉમેરી દઈએ તો પણ બંધ બેસતું જ છે. જ્યારે આ બાબતોને લઈને ઝઘડા થાય ત્યારે વ્યક્તિ લોહીના સંબંધોને પણ ભૂલી જાય છે. કઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સગા ભાઈ ધંધા બાબતે થયેલા ઝઘડામાં (Dispute) તેના જ સગાભાઈને મહિલા સાથે મળી હની ટ્રેપમાં (Honey Trap) ફસાવ્યો. વાત અહીંયાથી જ અટકી નહીં આ શખ્સે પોતાના મા જણ્યા સગાભાઈ પાસેથી 50,000 રૂપિયાનો તોડ પણ કર્યો.
આ ચકચારી બનાવની વિગતો એવી છે કે દેશના ઉત્તરી રાજ્ય હરિયાણાના (Haryana Sirsa Honey Trap) સીરસામાંથી આ હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા અરવિન્દ કુમાર નામના વ્યક્તિએ ઉમેશ નામના તેના સગાભાઈને મહિલાની જાળમાં ફસાવી અને તેના પર દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી હતી. ડખાનું મૂળ હતો કેટરિંગનો ધંધો. પહેલાં તો બંને ભાઈઓ સાથે હળીમળીને ધંધો કરતા હતા. જોકે, બંને ભાઈઓનો ધંધો અલગ થયો તો અરવિંદ કુમારથી આ સહન ન થયું, તેણે આ ઘટનાની દાઝ રાખીને ભાઈને જ ફાસાવી નાખ્યો.
પીડિત અરવિંદકુમાર અને તેના ભાઈ ઉમેશ સાથે કેટરિંગના ધંધામાં એક મહિલા કામ કરતી હતી. ઝઘડો ધંધો અલગ કરવાથી શરૂ થયો અને વાત પ્રોપર્ટી વિવાદમાં અટવાઈ ગઈ. પ્રાપ્ત વિગતો મુજબ અરવિંદને પોતાના ભાઈએ કેટરિંગના કામના બહાને મહિલાના ઘરે બોલાવ્યો.
જોકે, અરવિંદ કુમારને સ્વપ્ન પણ કલ્પના નહોતી કે તે હની ટ્રેપનો શિકાર બનવા જઈ રહ્યો છે. તે મહિલાના ઘરે પહોંચ્યો ત્યારે તેના ભાઈએ તેને થોડીવાર પછી બંધંક બનાવવાનો પ્રાયસ કર્યો અને પૈસાની માંગ કરી કહ્યું નહીં આપે તો મહિલાની ઈજ્જત લૂંટી એવા ખોટા આરોપમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દઈશ.
આક્ષેપ મુજબ ઉમેશ અને મહિલાના આ નગ્ન ખેલમાં અરવિંદ ફીટ થઈ ગયો અને આ બંનેએ મળીને તેની પાસેથી 50,000નો તોડ કર્યો. પહેલાં તો ડિમાન્ડ 5 લાખ રૂપિયાની જ કરી હતી પરંતુ બાદમાં તેની સાથે જબરદસ્તી કરીને સોનીની ચેઇન પણ લૂંટી.
બનાવની જાણકારી આપતા પોલીસ મથકના ઈન્ચાર્જ સુનિતા રાનીએ કહ્યું કે અરવિંદ કુમારે ફરિયાદ કરી કે તેના ભાઈએ એક મહિલા સાથે મળી અને તેને ઘરે બોલાવ્યો અને ત્યારબાદ તેને બંધક બનાવી અને દુષ્કર્મના આરોપમાં ફસાવવાની ધમકી આપી. આરોપીઓએ પાંચ લાખની ખંડણી પણ માંગી હોવાનો આક્ષેપ છે.
પોલીસે આરોપી ઉમેશની અટક કરી ત્યારે તેની પાસેથી 50,000 રૂપિયા અને સોનાની ચેઇન પમ મળી આવી હતી. પોલીસે ઉમેશ સાથે મહિલાની પણ અટક કરી લીધી છે. આમ ફરી એકવાર જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું આ કહેવત સાચી ઠરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર