Faridabad: સાસરિયાના ત્રાસથી કંટાળી વિવાહિતાએ પિયરમાં આવી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટથી થયો મોટો ખુલાસો

ફરીદાબાદમાં નવપરિણીતાએ આત્મહત્યા કરી દીધી છે. (ફાઇલ તસવીર)

Suicide in Faridabad: સાસરિયાએ એક પ્લોટ અને રોકડા રૂપિયા દહેજ માટે પુત્રવધૂને આપ્યો ત્રાસ, દોઢ મહિના બાદ પોલીસે કરી કાર્યવાહી

  • Share this:
    ફરીદાબાદ. હરિયાણાના (Haryana) ફરીદાબાદ જિલ્લામાં (Faridabad District) ફરી એક વાર દહેજના (Dowry) કારણે નવપરિણીતાએ જીવન ટૂંકાવી દેવાનો મામલો સામે આવ્યો છે. સાસરિયા વારંવાર મારઝૂડ કરી ત્રાસ આપતા હોવાથી નવપરિણીતાએ પોતાના પિયરમાં જઈને આત્મહત્યા (Suicide) કરી દીધી. આત્મહત્યા કરતાં પહેલા તેણે પોતાના પરિજનોના નામે એક સુસાઇડ નોટ (Suicide Note) પણ છોડી છે, જેમાં તેના મોત માટે સાસરિયાઓને જવાબદાર ઠેરવ્યા છે. જોકે, આ મામલો લગભગ દોઢ મહિના પહેલાનો છે પરંતુ પોલીસે (Faridabad Police) હવે સાસરિયાઓ વિરુદ્ધ દહેજ હત્યાની (Dowry Murder) કલમો હેઠળ કેસ નોંધી લીધો છે.

    નવપરિણીતા નૈનાના લગ્ન 4 મહિના પહેલા વલ્લભગઢની સંજય કોલોનીમાં રહેતા યુવક સાથે થયા હતા. નૈનાનો પરિવાર પણ સંજય કોલોનીમાં રહે છે અને તેના સાસરિયા પણ સંજય કોલોનીમાં રહે છે. મળતી માહિતી મુજબ, એક પ્લોટ અને 50,000 રૂપિયાની માંગને લઈને સાસરિયાઓએ નૈનાને ખૂબ ત્રાસ આપતા હતા. નૈનાના માતા-પિતા દહેજમાં માંગેલી વસ્તુઓ ન આપી શકવાના કારણે તેની સાથે વારંવાર મારઝૂડ કરવામાં આવતી હતી. નૈનાના સાસરિયા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા.

    આ પણ વાંચો, Punjab: ઠંડી રોટલી ગરમ કરવા મામલે થયો ઝઘડો, હોટલ માલિકે માથામાં ગોળી મારતા ગ્રાહકનું મોત

    નૈનાની સુસાઇડ નોટથી થયો મોટો ખુલાસો

    નૈનાની બહેન પ્રીતિના જણાવ્યા મુજબ, લગભગ દોઢ મહિના પહેલા ખૂબ જ ક્રૂરતાથી તેની બહેન નૈના સાથે મારપીટ કરીને તેના સાસરિયા તેને પિયર મૂકી ગયા હતા. ઘરે પહોંચીને નૈનાએ ફંદાથી લટકીને પોતાનું જીવન ટૂંકાજી દીધું અને આ અંતિમ પગલું ભરતા પહેલા એક સુસાઇડ નોટ છોડી, જેમાં તેની પર ગુજારવામાં આવેલા ત્રાસ વિશે અને આત્મહત્યા કરવાનું કારણ પણ જણાવ્યું.

    આ પણ વાંચો, Patna News: લગ્નના 3 મહિના બાદ જ પ્રેમી સાથે ફરાર થઈ યુવતી, ભાગી જવાની તરકીબ જાણીને ચોંકી જશો

    દોઢ મહિના બાદ સાસરિયા વિરુદ્ધ કેસ નોંધાયો

    પ્રીતિએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેની બહેન નૈનાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી તો પરિવારના સભ્યોએ જોયું કે તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા જે સાસરિયાઓની મારપીટના કારણે થયા હતા. પ્રીતિનું માનીએ તો પોલીસે દોઢ મહિના બાદ સાસરિયાની વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. હવે તે લોકો ઈચ્છે છે કે એ તમામ લોકોની પોલીસ ધરપકડ કરી લે અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે.
    Published by:Mrunal Bhojak
    First published: