COVID-19ની વેક્સીન લીધા બાદ પણ મંત્રી અનિલ વિજ થયા સંક્રમિત

COVID-19ની વેક્સીન લીધા બાદ પણ મંત્રી અનિલ વિજ થયા સંક્રમિત
વેક્સીનનો ડોઝ લેતા અનિલ વિજ.

અનિલ વિજે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કોવિડ-19ની તપાસમાં હું પૉઝિટિવ આવ્યો છે. હું સિવિલ હૉસ્પિટલ અંબાલા કેન્ટમાં દાખલ છું.

  • Share this:
    અંબાલા: હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ (Anil Vij) કોરોના સંક્રમિત (Corona Positive) થયા છે. આ અંગે તેમણે જાતે જ ટ્વીટ કરીને માહિતી આપી છે. અનિલ વીજે ટ્વિટ કરીને કહ્યું છે કે હું કોવિડ-19ની તપાસમાં સંક્રમિત આવ્યો છે. હું સિવિલ હૉસ્પિટલ અંબાલા કેન્ટમાં દાખલ છું. અહીં મારી સારવાર ચાલી રહી છે. સાથે જ તેમણે વિનંતી કરી છે કે તેમના સંપર્કમાં આવેલા તેમામ લોકો કોરોનાની તપાસ કરાવી લે. ઉલ્લેખનીય છે કે 20મી નવેમ્બરના રોજ અનિલ વીજને કોરોનાની વેક્સીન (Corona Vaccine Dose)નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

    હકીકતમાં 20મી નવેમ્બરના રોજ વેક્સીનના ત્રીજા તબક્કાનો પ્રથમ ડોઝ અનિલ વિજને આપવામાં આવ્યો હતો. તેમને અંબાલા કેન્ટની નાગરિક હૉસ્પિટલમાં આ ડોઝ આપવામાં આવ્યો હતો. પીજીઆઈ રોહતકની દેખરેખ હેઠળ મંત્રી વિજને વેક્સીન આપવામાં આવી હતી. જેના અડધા કલાક સુધી તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ પહેલા રોહતક પીજીઆઈની ટીમે સ્વાસ્થ્ય મંત્રીના લોહીનું સેમ્પલ લીધું હતું.



    આ પણ વાંચો: કોરોના અપડેટ: દેશમાં 24 કલાકમાં 512 મોત નોંધાયા, સક્રિય કેસમાં ઘટાડો નોંધાયો

    ડોઝ આપતી વખતે રોહતક પીજીઆઈના વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે કોવેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા 200 વૉલન્ટિયર્સને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રથમ ડોઝના 28 દિવસ બાદ તેમને બીજો ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેક સ્વદેશી કંપની છે જેણે Covaxin નામે કોરોનાની રસી બનાવી છે. હાલ આ રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

    આ પણ વાંચો: ચીને બનાવ્યો 'કૃત્રિમ સૂર્ય', 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ શકે છે ગરમ

    ત્રીજા તબક્કામાં 200 વૉલન્ટિયર્સને રસી લગાવવામાં આવશે

    ભારતીય બાયોટેકે કોવેક્સિનનું નિર્માણ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે મળીને કર્યું છે. પીજીઆઈ રોહતક દેશના એ ત્રણ સેન્ટરમાનું એક છે જ્યાં ત્રીજા તબક્કામાં 200 વૉલિયન્ટર્સને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. રસી આપ્યા બાદ તેમના શરીરમાં બનતી એન્ટીબોડી અંગે અભ્યાસ કરવામાં આવશે. કંપનીના કહેવા પ્રમાણે તેમની રસી 90 ટકા અસરકારણ રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:December 05, 2020, 12:13 pm

    टॉप स्टोरीज