'અમે નામ આગળ 'ચોકીદાર' લખ્યું, જેમને તકલીફ હોય એ તેમના નામ આગળ 'પપ્પૂ' લખી લે'

News18 Gujarati
Updated: March 19, 2019, 6:31 PM IST
'અમે નામ આગળ 'ચોકીદાર' લખ્યું, જેમને તકલીફ હોય એ તેમના નામ આગળ 'પપ્પૂ' લખી લે'
અનિલ વીજ (ફાઇલ તસવીર)

હરિયાણાના બીજેપીના કેબિનેટ મંત્રી અનિલ વિજે 'ચોકીદાર'ના નામે ભાજપને ઘેરી રહેલા લોકોને ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 2019ની ચૂંટણીમાં ચોકીદાર પર વાર-પલટવાર ચાલુ છે. એક તરફ રાહુલ ગાંધી 'ચોકીદાર ચૌર હૈ' કહીને બીજેપીને ઘેરવાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે બીજી તરફ બીજેપીએ 'મૈં ભી ચોકાદાર હું' અભિયાન ચલાવીને તેનો રાજકીય ફાયદો ઉઠાવવાની શરૂઆત કરી છે. આ બધી ઘટનાઓ વચ્ચે હરિયાણાના બીજેપીના કેબિનેટ મંત્રી અનિલ વિજે 'ચોકીદાર'ના નામે ભાજપને ઘેરી રહેલા લોકોને ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો.

અનિલ વિજે ટ્વિટમાં લખ્યું છે કે, "અમે પોતાના નામની આગળ ચોકીદાર લખ્યું છે, તમને તકલીફ પડી રહી હોય તો તમે પણ તમારા નામ પહેલા 'પપ્પૂ' લખી લો. અમે જરા પણ વિરોધ નહીં નોંધાવીએ."

નોંધનીય છે કે પીએમ મોદી સહિતના બીજેપી નેતાઓએ ટ્વિટર પર પોતાના નામ આગળ 'ચોકીદાર' લખ્યું છે. બીજેપી નેતાઓ અને તેમના સમર્થકોએ પણ તેમને દેશના ચોકીદાર ગણાવ્યા છે. હવે એ જોવાનું રહેશે કે ચોકીદારના નામે બીજેપી લોકો પાસેથી કેટલા મત મેળવવામાં સફળ રહે છે.

બીજેપીના નેતાઓએ પણ પોતાના નામ આગળ ચોકીદાર લખતા તેમની પ્રશંસામાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું. મોદીએ લખ્યું કે, "તમામ ચોકીદારોને મારી શુભેચ્છા. તમારા ઉત્સાહથી હું ખુશ થયો છું. તમારી જાગરુકતાથી કૌભાંડ ક્ષીણ થઈ રહ્યું છે અને આ વાતને લઈને ચોરો પીડા અનુભવી રહ્યા છે."

વડાપ્રધાન સહિતના નેતાઓએ પોતાના નામ આગળ ચોકીદાર લગાવતા કોંગ્રેસે સોશિયલ મીડિયામાં બીજેપી પર કટાક્ષ કર્યો હતો. તાજેતરમાં ત્રણ દિવસની બોટ યાત્રા પર નીકળેલા પ્રિયંકા ગાંધીએ આ અંગે ભાજપને ટોન્ટ મારતા કહ્યું હતું કે, "શ્રીમંત લોકોને ચોકીદારની જરૂર હોય છે, ગરીબ અને ખેડૂતોને નહીં."

નોંધનીય છે કે વર્ષ 2014ની ચૂંટણી વખતે મોદી ચૂંટણી પ્રચારમાં અવાર નવાર 'ચોકીદાર' શબ્દનો પ્રયોગ કરતા હતા. રાષ્ટ્રના હિતમાં તેઓ આવો શબ્દપ્રયોગ કરતા હતા. જોકે, રાફેલ ડીલમાં પીએમ મોદીએ કૌંભાડ કર્યાનો આક્ષેપ લગાવીને કોંગ્રેસે "ચોકીદાર ચૌર હૈ"નું કેમ્પેઇન ચલાવ્યું હતું.
First published: March 19, 2019, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading