પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો પતિ, કુહાડીના અનેક ઘા મારી કરી હત્યા

News18 Gujarati
Updated: February 4, 2020, 2:58 PM IST
પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો પતિ, કુહાડીના અનેક ઘા મારી કરી હત્યા
જરનૈલ સિંહે પત્ની મનજીતને ઉતારી મોતને ઘાટ (ફાઇલ તસવીર)

બે સંતોનોએ માતાનો પ્રેમ ગુમાવ્યો, પત્ની હત્યા કરી દારૂડિયો પતિ ફરાર

  • Share this:
ચંદીગઢ : મનીમાજરા (Manimajra)માં એક હૃદય કંપાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પતિએ તેની પત્નીની ક્રૂરતાથી હત્યા (Murder) કરી દીધી. તપાસમાં સામે આવ્યું કે આરોપી પતિ પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો. મંગળવાર સવારે તેણે કુહાડીના અનેક ઘા મારી પત્નીની હત્યા કરી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો છે.

આરોપી પતિની ઓળખ જરનૈલ સિંહ તરીકે થઈ છે જેની ઉંમર 45 વર્ષ હોવાનું કહેવાય છે. આરોપી પોતાની પત્ની અને બે બાળકોની સાથે મનીમાજરાના માડીવાલા ટાઉનના મકાન નંબર- 2470માં રહેતો હતો. પોલીસ (Haryana Police) અનુસાર સવારે તેમને ઘટનાની સૂચના મળી હતી. સૂચના મળતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મનજીતને હૉસ્પિટલ (Hospital)માં દાખલ કરાવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

આરોપી પતિની તલાશમાં લાગી પોલીસ

પોલીસે મૃતકના ભાઈ સજ્જન સિંહની ફરિયાદ પર આરોપી પતિ જરનૈલ સિંહની વિરુદ્ધ હત્યા સહિત અન્ય કલમો હેઠળ મામલો નોંધી દીધો છે. નોંધનીય છે કે, મૃતક મનજીત લોકોના ઘરમાં કામ કરતી હતી. ચર્ચાઓ મુજબ આરોપી પતિને નશાની લત હતી અને પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવા માટે પ્રયત્નશીલ બની ગઈ છે.

આ પણ વાંચો, સલૂનમાં ચાલી રહ્યો હતો દેહવેપાર, 4 યુવતી અને 2 યુવક વાંધાજનક સ્થિતિમાં મળ્યા
First published: February 4, 2020, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading