Home /News /national-international /

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને 'તાડકા' કહ્યા

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા બેનર્જીને 'તાડકા' કહ્યા

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજની ફાઇલ તસવીર

હરિયાયાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજે ટ્વીટ કરીને કહ્યું છે કે બંગાળ કોઈના બાપનું નથી, મમતા બેનર્જી ભાજપના હવનમાં 'તાડકા' બની બાધા નાખી રહ્યાં છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: વિવાદીત નિવેદનો આપવા માટે જાણીતા હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજે ફરી એક વાર વિવાદાસ્પદન નિવેદન આપ્યું છે. અનિલ વીજે એક ટ્વીટ કરીને પશ્વિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીને 'તાડકા' ગણાવ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે બંગાળ કોઈના બાપનું નથી. અનિલ વીજના આ રોષનું કારણ યુપીના સીએમ યોગી આદિત્યનાથની બંગાળમાં રદ થયેલી રેલી છે.

    અનિલ વીજે ટ્વીટમાં લખ્યું હતું કે નાનપણમાં રામલીલા જોવા જતા હતા, ત્યારે તેમાં એક સીન આવતો હતો જેમાં એક ઋષિ મુનિ યજ્ઞ કરતા ત્યારે તાડકા તેમાં બાધા નાંખવા માટે હવનમાં હાડકા નાખી દેતી હતી. તેવી જ રીતે મમતા બેનર્જી અમિત શાહની રેલી પર ક્યારેક પ્રતિબંધ મૂકી દે છે તો ક્યારેક પ્લેનને લેન્ડ થવાની મંજૂરી નથી અપાતી.

    અનિલ વીજે બે ટ્વીટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે પ્રથમ ટ્વીટમાં જણાવ્યું હતું કે મમતા બેનર્જી તાડકા છે અને ભાજપના હવનમાં બાધા રૂપ થવાનું કામ કરે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Mamta Bannerji, રાજકારણ, વિવાદ

    આગામી સમાચાર