આજે જાહેર થયું હરિયાણા બોર્ડનું 10માંનું પરિણામ, ઇન્ટરનલ એસેસમેન્ટથી બની માર્કશીટ,કોઇ ટોપર નહીં

આજે જાહેર થયું હરિયાણા બોર્ડનું 10માંનું પરિણામ, ઇન્ટરનલ એસેસમેન્ટથી બની માર્કશીટ,કોઇ ટોપર નહીં
પ્રતીકાત્મક તસવીર

'એચબીએસઈ 10માનું પરિણામ 2021, આંતરિક મૂલ્યાંકન અને પ્રેક્ટિલ ગુણના આધારે નિર્ધારિત મૂલ્યાંકન માપદંડ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.'

 • Share this:
  નવી દિલ્હી: HBSE 10th Result 2021: હરિયાણા બોર્ડ સેકેન્ડ્રી પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. હરિયાણા વિદ્યાલય શિક્ષણ બોર્ડ (BSEH)દ્વારા આજે 11 જૂન 2021 એચબીએસઈ 10માનું પરિણામ 2021ની જાહેરાત કરવામાં આવી. કોવિડ -19 મહામારીને કારણે હરિયાણા બોર્ડ માધ્યમિક વર્ગની પરીક્ષા રદ થવાને કારણે આ વખતે બીએસઈએચ 10માનું પરિણામ આંતરિક એસેસમેન્ટના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં, બીએસઈએચ માધ્યમિક પરિણામ અંગે વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ, bseh.org.in પરથી અપડેટ મેળવી શકે છે.

  હરિયાણા બોર્ડ સાથે જોડાયેલા રાજ્યમાં આવેલી સરકારી અને ખાનગી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન, માધ્યમિક વર્ગના વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઇએ કે રોગચાળાને કારણે હરિયાણા બોર્ડ 10માનું પરિણામ ફક્ત ઓનલાઇન જ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ બોર્ડના પોર્ટલ, bseh.org.in પર પોતાની એચબીએસઈ 10 માનું પરિણામ અને માર્કશીટ ચકાસી શકશે.  Petrol-Diesel Price Today: આજે ફરીથી મોંઘુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ

  હરિયાણા બોર્ડ દ્વારા સેકેન્ડરી વર્ગની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત રોગચાળાને કારણે 23 એપ્રિલ 2021ના ​​રોજ કરવામાં આવી હતી. ત્યારથી માધ્યમિક વર્ગના 3.18 લાખ નિયમિત વિદ્યાર્થીઓ અને ૧૧,6288 સ્વયંપાઠી / ક્મ્પાર્ટમેન્ટના વિદ્યાર્થીઓના પરિણામ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી.

  શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવન કેપ્ટન, ચેતન સાકરીયા અને પડિક્કલને મળી તક  પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણા બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન (બીએસઈએચ) ના અધ્યક્ષ ડો.જગબીરસિંઘ પાસેથી મળેલી માહિતી અનુસાર, એચબીએસઈ 10માનું પરિણામ 2021, આંતરિક મૂલ્યાંકન અને પ્રેક્ટિલ ગુણના આધારે નિર્ધારિત મૂલ્યાંકન માપદંડ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન અને પ્રાયોગિક ગુણ, બોર્ડની સંબંધિત સ્કૂલ દ્વારા આપવામાં આવ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:June 11, 2021, 09:24 am