પિતા જ બની ગયો હેવાન, 9 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ, સારવાર દરમિયાન મોત

News18 Gujarati
Updated: December 4, 2019, 3:30 PM IST
પિતા જ બની ગયો હેવાન, 9 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ, સારવાર દરમિયાન મોત
પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઘટના બાદથી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)

માસૂમ પીડિતાની માતા પતિથી અલગ રહેતી હતી, નરાધમ પિતા દુષ્કર્મ આચરી ફરાર

  • Share this:
ધીરેન્દ્ર ચૌધરી, હરિયાણા : રોહતક (Rohtak) શહેરમાં એક પિતાએ બાપ-દીકરીના સંબંધો પર લાંછન લગાવતું કામ કર્યું છે. અહીં 9 વર્ષની એક માસૂમને તેના જ પિતાએ હવસની શિકાર બનાવી. દુષ્કર્મ (Rape)ના કારણે માસૂમને રોહતકની સિવિલ હૉસ્પિટલ (Civil Hospital)માં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. હાલ શબને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે રોહતક પીજીઆઈ (Rohtak PGI) મોકલવામાં આવ્યું છે. બીજી તરફ, આરોપી ઘટના બાદથી જ ફરાર છે. પોલીસે તેની વિરુદ્ધ કેસ નોંધી શોધખોળ શરૂ કરી દીધો છે.

પરિવાર બિહારનો રહેવાસી છે

મળતી જાણકારી મુજબ, માસૂમનો પરિવાર મૂળે બિહારનો રહેવાસી છે. અહેવાલો મુજબ, મા-બાપની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. જેના કારણે બંને અલગ રહેતાં હતા. આરોપીએ મંગળવારે પોતાની 9 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું. ત્યારબાદ બાળકીની હાલત બગડી ગઈ. તેને બાદમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

આ પણ વાંચો, ભાગેડુ નિત્યાનંદે ઇક્વાડોર પાસે બનાવ્યો પોતાનો દેશ, નામ રાખ્યું 'કૈલાસા'

ઘટનાની જાણ થતાં રોહતક પોલીસ સિવિલ હૉસ્પિટલ પહોંચી અને માતાના નિવેદનના આધારે પિતાની વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો. ડીએસપી ગોરખપાલ રાણાનું કહેવું છે કે, આરોપી પિતાની વિરુદ્ધ પોક્સો ઍક્ટ સહિત વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આરોપી પિતા ફરાર છે. પરંતુ તેને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું કે, શબને પોસ્ટમોર્ટમા માટે રોહતક પીજીઆઈ મોકલવામાં આવ્યું છે.

આ પણ વાંચો, પવન જલ્લાદે કહ્યુ- ફાંસીની તૈયારી માટે બે દિવસ પૂરતા, 8મી ડિસેમ્બરે દિલ્હી આવી રહ્યો છું
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर