Haryana Exit Poll Result 2019 : હરિયાણામાં ભાજપને 75 બેઠકો, કૉંગ્રેસ માત્ર 10 બેઠકો પર સમેટાઈ

હરિયાણા એક્ઝિટ પોલ 2019 : લોકસભાના સૌથી સટીક એક્ઝિટ પોલ આપનાર ન્યૂઝ 18 IPSOS મુજબ ભાજપને બહુમત

News18 Gujarati
Updated: October 21, 2019, 8:11 PM IST
Haryana Exit Poll Result 2019 : હરિયાણામાં ભાજપને 75 બેઠકો, કૉંગ્રેસ માત્ર 10 બેઠકો પર સમેટાઈ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 21, 2019, 8:11 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : હરિયાણા (Hariyana)માં વિધાનસભાની (Assembly Election) 90 બેઠકો પર મતદાન થઈ ગયું છે. ન્યૂઝ 18 ગુજરાતીના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને 75 બેઠક મળતી જોવા મળે છે. જ્યારે કૉંગ્રેસને 10 અને જેજેપી અન્યને 2-3 બેઠકો મળતી જોવા મળે છે. ન્યૂઝ 18 ગુજરાતીએ આપના માટે રિસર્ચ પાર્ટનર IPSOS સાથે મળીને સૌથી સટીક એક્ઝિટ પોલ તૈયાર કર્યા છે. આ એક્ઝિટ પોલ લોકસભાની ચૂંટણીમાં પણ સૌથી સટીક સાબિત થયા હતા.

હરિયણાની ચૂંટણીમાં મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ધારાસભ્ય દળના નેતા ભુપેન્દ્રસિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા કૈથલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે જેજેપીના નેતા દુષ્યત ચૌટાલા ઉચના કલાં બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

આ પણ વાંચો : Maharashtra Exit Poll Result 2019 : મહારાષ્ટ્ર એક્ઝિટ પોલમાં NDA 243, UPA 41 પર સમેટાયું

સરવે
હરિયાણામાં ન્યૂઝ 18 IPSOS દ્વારા હરિયાણા વિધાનસભાની ચૂંટણીનો સૌથી સટીક એક્ઝિટ પોલ તૈયાર કરવા માટે રાજ્યના 138 પોલિંગ બૂથ પરથી લોકોનો મત લેવામાં આવ્યો હતો. પુરૂષ-મહિલા અને યુવા મતદારોના વિભિન્ન સેમ્પલ સરવેના આધારે આ સૌથી સટીક સરવેને તૈયાર કરવામાં આવ્યો હતો.

વર્ષ 2014ની ચૂંટણી કરતાં ભારતીય જનતા પાર્ટીને હરિયણામાં એક્ઝિટ પોલ મુજબ 23 બેઠકોનો ફાયદો જોવા મળી રહ્યો છે.

Loading...

12 ક્વોલિટી ચેક એક્ઝિક્યૂટીવોની ટીમ દ્વારા પ્રત્યેક ઇન્ટરવ્યૂના ડેટાને સ્વીકારતાં પહેલાં ચકાસવામાં આવ્યા હતા. સરવેનું લાઇવ મોનિટરીંગ અને રિયલ ટાઇમ ડેટાનું એનાલિસિસ જી.પી.એસ. એનેબલ્ડ ડિવાઇસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ડેટા ઉંમર, લિંગ, ધર્મ અને વોટર ટર્નઆઉટના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો.
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...