319 દિવસ જૂની JJP હરિયાણામાં કેવી રીતે કિંગમેકર બની?

News18 Gujarati
Updated: October 24, 2019, 12:43 PM IST
319 દિવસ જૂની JJP હરિયાણામાં કેવી રીતે કિંગમેકર બની?
હરિયાણાના યુવાઓમાં ખૂબ લોકપ્રિય છે દુષ્યંત ચૌટાલા, જાટ મતદારોએ બનાવ્યા કિંગમેકર

હરિયાણાના યુવાઓમાં ખૂબ લોકપ્રિય છે દુષ્યંત ચૌટાલા, જાટ મતદારોએ બનાવ્યા કિંગમેકર

  • Share this:
(ઓમ પ્રકાશ)

નવી દિલ્હી : હરિયાણાની વિધાનસભા ચૂંટણી (Haryana Election Results 2019)માં કૉંગ્રૈસે બીજેપીને જોરદાર ટક્કર આપી છે. પરંતુ તમામ તાળાઓની ચાવી દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala)ની પાસે છે. તે કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. સવાલ એ છે કે માત્ર 319 દિવસ જૂની જનનાયક જનતા પાર્ટી (Jannayak Janata Party) કેવી રીતે કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ. જેજેપી (JJP)ની જાહેરાત 9 ડિસેમ્બર 2018ના રોજ જીંદના પાંડુ-પિંડારામાં થઈ હતી. મૂળે, આ પાર્ટીને હરિયાણાના બે યુવકોએ ઊભી કરી છે. જીત કોઈની પણ હોય આ નવી પાર્ટીને મળેલા સમર્થને વિશ્લેષકોને વખાણ કરવા મજબૂર કરી દીધા છે. એટલા માટે તેઓ કિંગમેકર બની ગયા છે.

હરિયાણાના વરિષ્ઠ પત્રકાર નવીન ધમીજા મુજબ, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધી આવેલા વલણો જણાવે છે કે હરિયાણામાં દેવીલાલનો વારસો અને રાજકારણને આગળ વધારવાનું કામ દુષ્યંત અને દિગ્વિજય ચૌટાલા જ કરશે. જાટલેન્ડમાં ભત્રીજાઓ પ્રતિ જનતાના વલણે બતાવી દીધું છે કે કાકા (અભય ચૌટાલા)એ તેમને પાર્ટી (ઇનેલો)થી બહાર કાઢવાની ભૂલી કરી છે.બંને યુવાઓની મતદાતાઓમાં સારી પકડ છે. જે રીતે અખિલેશ યાદવ યૂપીમાં પોતાને નવી પેઢીના નેતા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે તેવી જ રીતે હરિયાણામાં દુષ્યંત અને તેમના ભાઈ દિગ્વિજય ચૌટાલા પણ ચાલી રહ્યા છે.

મૂળે, યુવા મતદાતાઓની વચ્ચે દુષ્યંત અને દિગ્વિજય ચૌટાલા ઘણા લોકપ્રિય છે. બંને સહજતા અને શાલીનતા માટે જાણીતા છે. દુષ્યંત હિસારથી સાંસદ રહી ચૂક્યા છે અને તેમના ભાષણોના લોકો બહુ વખાણ કરે છે. દુષ્યંતના સમર્થક તેમને પાર્ટી તરફથી મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા હતા પરંતુ આ વાત ઇનેલો સંભાળી રહેલા અભય ચૌટાલાને માફક ન આવી. પરિણામ એ આવ્યું કે દુષ્યંત અને દિગ્વિજયને નવેમ્બર 2018માં ઇનેલોએ કાઢી મૂક્યા હતા. ત્યારબાદ બંને ભાઈઓએ સાથે મળી જનતાનો મૂડ જાણ્યો. હરિયાણા ભ્રમણ કર્યું અને ડિસેમ્બરમાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની રચના કરી.

દુષ્યંત અને દિગ્વિજય ઉપ મુખ્યમંત્રી રહેલા ખેડુત નેતા દેવીલાલના પૌત્ર છે. દુષ્યંત 2014માં જ્યારે સાંસદ બન્યા હતા ત્યારે તેમની ઉંમર 26 વર્ષથી પણ ઓછી હતી. જેજેપી દેવીલાલના વારસાને આગળ વધારવાની વાત કરે છે. એવામાં અંદાજો લગાવી શકાય છે કે ભવિષ્યમાં હરિયાણાના રાજકારણમાં જેજેપીનું સામર્થ્ય હશે.
First published: October 24, 2019, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading