Home /News /national-international /

માઇનિંગ માફિયાએ ડંપરથી કચડવાનો મામલો: DSP 3 મહિના બાદ થવાના હતા નિવૃત્ત, ભાઈએ જણાવી તમામ વાત

માઇનિંગ માફિયાએ ડંપરથી કચડવાનો મામલો: DSP 3 મહિના બાદ થવાના હતા નિવૃત્ત, ભાઈએ જણાવી તમામ વાત

હરિયાણા ડીએસપી મર્ડર કેસ

Peta headline- DSP Haryana- હરિયાણાના તાવડું જીલ્લાના નૂંહ વિસ્તારના DSP સુરેન્દ્ર સિંહ (Surendra Singh ) પંચગાંવ ગામની ટેકરીમાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધ દરોડો પાડવા જતા, માઇનિંગ માફિયા (Mining Mafia) એ ડંપરથી કચડી દીધા, DSP હિસારના સારંગપુર ગામના રહેવાસી હતા. ત્રણ મહિના પછી 31 ઓક્ટોબરના રોજ પદ પરથી નિવૃત્ત થવાના હતા

વધુ જુઓ ...
    નૂંહ- હરિયાણા (Haryana) ના તાવડું જીલ્લાના નૂંહ વિસ્તારના DSP સુરેન્દ્ર સિંહ (Surendra singh) ને માઇનિંગ માફિયાએ ડંપરથી કચડી દીધા,(tavadu DSP Surendra singh) જેથી તેમની ઘટના સથળે જ મોત થયી હતી(Haryana mining mafia). આ બનાવથી હાલ પરિવારમાં શૉકનો માહોલ છવાયો છે. (DSP killed) DSP સુરેન્દ્ર સિંહને પરિવારમાં 2બાળકો છે, તેમની એક પુત્રી બંગ્લોરની બેન્કમાં ઓફિસર છે, અને પુત્ર કૅનેડામાં અભ્યાસ કરી રહ્યો છે.તેમના નાના ભાઈ અશોક સિંહ કૉ-ઓપરેટીવ બેન્કમાં ઓફિસર છે.

    તાવડુના ડીએસપી સુરેન્દ્ર સિંહ, હિસાર જિલ્લામાં આવતા આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સારંગપુર ગામના રહેવાસી હતા. તેઓ 12.04.1994 ના રોજ હરિયાણા પોલીસમાં ASI તરીકે ભરતી થયા હતા અને ત્રણ મહિના પછી 31 ઓક્ટોબરના રોજ પદ પરથી નિવૃત્ત થવાના હતા.

    સુરેન્દ્ર સિંહના ભાઈ અશોકે રડતા રડતા જણાવ્યું કે આજે સવારે 8:00 વાગ્યે મોટા ભાઈ સાથે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેને 3 મહિના પછી રિટાયર થઇ રહયા છે, પછી તે જલ્દી ઘરે આવી જશે. અશોકે જણાવ્યું કે અંતિમ વિદાય અને સલામી તેમના વતન સારંગપુર ગામમાં થશે.

    પોલીસના જણાવ્યા અનુસાર, તાવડુ ડીએસપી સુરેન્દ્ર સિંહ બાતમીના આધારે પચગાંવ ગામની ટેકરીમાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધ દરોડો પાડવા ગયા હતા. આ દરમિયાન જ્યારે તેમણે ડમ્પર ચાલકને વાહન રોકવા ઈશારો કર્યો ત્યારે તેણે વાહન તેમના પર ચડાવી દીધુ, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોતાના કબજામાં લીધી હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

    આ પણ વાંચોમોટો ખુલાસો : ફુલવારી શરીફમાં ધર્મના નામે મુસ્લિમોને ભડકાવવાનું હતું મોટું ષડયંત્ર

    આ ઘટના પચગાંવ ગામ પાસે બની હતી, જેમાં ડીએસપીના ગનમેન અને ડ્રાઈવર સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ એસપી વરુણ સિંગલા ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સીએચસી નૂહમાં મોકલવામાં આવ્યો છે, ત્યારબાદ મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Haryana Crime, Haryana News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन