સુમિત કુમાર, પાણીપત. હરિયાણા (Haryana)ના પાણીપત (Panipat) જિલ્લામાં એક અબળા ફરી દહેજ હત્યા (Dowry Murder)ની બલી ચઢી. પાણીપતના કેમ્પ રમેશનગરમાં પરિણીતાએ ફાંસી લગાવીને જીવનલીલા સંકેલી દીધી. મૃતકના પરિજનોએ દહેજ ત્રાસનો આરોપ લગાવ્યો છે. પરિજનોએ પોલીસમાં સાસરિયા પક્ષની વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ (Police)એ ફરિયાદ નોંધાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાણીપતની જનરલ હૉસ્પિટલ મોકલી આપ્યો છે.
નોંધનીય છે કે, પાણીપતમાં મહિલાઓ પર અત્યાચારના મામલા સતત સામે આવી રહ્યા છે. તાજો મામલો જિલ્લાના રમેશનગરમાં સામે આવ્યો છે. જ્યાં સતત સાસરિયા પક્ષ દ્વારા દહેજ માટે ત્રાસ આપવાથી પરેશાન થઈને 25 વર્ષીય પરિણીતાએ ફાંસી લગાવીને જીવન ટૂંકાવી દીધું છે. મામલાની સૂચના મળતાં જ મૃતકાના પરિજનો પાણીપત પોલીસ પાસે પહોંચી ગયા.
મૃતકાના પરિજનોએ આરોપ લગાવ્યો કે લગ્ન બાદથી જ તેમની દીકરીને સાસરિયામાં તેના પિયરથી લાખો રૂપિયા અને ગાડી લાવવાની માંગ કરવામાં આવતી હતી. તેની સાથે જ મૃતકા સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. પહેલા પણ અનેકવાર મૃતકાએ તેની ફરિયાદ પોતાના પરિજનોને કરી હતી. મૃતકાના પરિજનોએ ફરિયાદ નોંધાવીને સાસરિયા પક્ષની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ સમગ્ર મામલા પર ડીએસપી સતીશ કુમારે કહ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષી હશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ફરિયાદ નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાણીપતની જનરલ હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર