વેબ ડેવલપરની નોકરી છોડી ઉગાડી રહ્યો છે ઓર્ગેનિક શેરડી, વેચી રહ્યો છે ગોળ અને ખાંડ

વેબ ડેવલપરની નોકરી છોડી ઉગાડી રહ્યો છે ઓર્ગેનિક શેરડી, વેચી રહ્યો છે ગોળ અને ખાંડ
યુવા એન્જિનિયર વિજયે વેબ ડેવલપરની નોકરી છોડીને ઓર્ગેનિક ગોળ બનાવવા અને વેચવાનો ધંધો શરૂ કર્યો છે.

લાખો રૂપિયાની ડેબ ડેવલપરની નોકરી છોડીને આ યુવક પિતા સાથે ઓર્ગેનિક ખેતીના મિશનમાં જોડાયો

 • Share this:
  પાનીપત : પાનીપત જિલ્લા (Panipat District)ના નાના ગામ તાજપુરના યુવા એન્જિનિયર (Engineer)એ એક શાનદાર પહેલ શરૂ કરી છે. 5 વર્ષની નોકરી છોડીને તેણે શેરડીની ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. આ યુવા પ્રોફેશનલ એર કન્ડીશનમાં બેસીને વેબ ડેવલપર (Web Developer)ની નોકરી કરતો હતો, પરંતુ હવે પોતાના ખેતરમાં ગોળ અને ખાંડ બનાવી રહ્યો છે. લગભગ 65 એકર જમીન પર તે શેરડીની આર્ગેનિક ખેતી (Organic Farming) કરી રહ્યો છે. લગભગ 25 એકરડ જમીન પર મસાલા અને કેમિકલ વગરનો ગોળ બનાવવા માટે ઓર્ગેનિક શેરડી ઉગાડે છે. ઓર્ગેનિક શેરડીથી તૈયાર ગોળને 50 રૂપિયા કિલોના હિસાબથી વેચે છે. બાકી શેરડીને સુગર મિલ (Sugar Mill)માં મોકલી દે છે.

  ખાદ્ય પદાર્થોમાં ભેળસેળથી હતો પરેશાન  તાજપુરનો યુવા એન્જિનિયર વિજયના મનમાં આ આઈડિયા ખાવાની ચીજોમાં ભેળસેળના કારણે આવ્યો. વિજયે જણાવ્યું કે અમે ઓર્ગેનિક શેરડી અને શુદ્ધ ગોળ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિયાળામાં ગોળ દરેક ઘરમાં વધુ વપરાય છે. સ્થાનિક લોકો મુજબ તેઓ હવે ગોળવાળી ચાને મહત્વ આપી રહ્યા છે.

  પિતાના મિશનમાં આપી રહ્યા છે સાથ

  ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કરીને ચંદીગઢ અને ગુરુગ્રામમાં વેબ ડેવલપરના પદ પર 5 વર્ષ સુધી કામ કર્યા બાદ પરત પોતાના ગામ આવીને વિજય પોતાના પિતાની સાથે ઓગેનિક ખેતી કરવા લાગ્યો. વિજયે જણાવ્યું કે, હું પણ એર કન્ડિશનમાં બેસીને વેબ ડેવલપરની નોકરી કરી શકતો હતો પરંતુ પિતા દ્વારા સેવા ભાવથી શરૂ કરવામાં આવેલા આર્ગેનિક ખેતીના મિશનમાં તેમનો સાથ આપવો જરૂરી સમજ્યો.

  લગભગ 65 એકર જમીન પર શેરડીની ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે.


  વિજયનો નાનો ભાઈ એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે, બહેન છે લેક્ચરર

  વિજયે કહ્યું કે, ગામની જમીનથી જોડાણ અને લોકોને શુદ્ધ ખાવાની ચીજ ઉપલબ્ધ કરાવવાની ઈચ્છાના કારણે નોકરી છોડી. તેમનું કહેવું છે કે આજકાલ ખાવામાં શુદ્ધતા નથી. ભારતમાં 90 ટકા ભેળસેળની વસ્તુઓ મળે છે. વિજયના નાના ભાઈ એમબીબીએસ કરી રહ્યો છે અને બહેન લેક્ચરર છે.

  પિતા 8 વર્ષથી મિશન ચલાવી રહ્યા છે

  વિજયના પિતા મહલ સિંહે જણાવ્યું કે આર્મીથી પદમુક્ત થયા બાદ ઝેરમુક્ત ખેતીના વિચારથી 8 વર્ષ પહેલા આ મિશનને જન્મ આપ્યો. આ કેમિકલ મુક્ત ગોળ, ખાંડ બનાવે છે. તેઓએ કહ્યું કે હરિયાણામાં ભાગ્યે જ કોઈ આવા કેમિકલમુક્ત ખાંડ, ગોળ બનાવે છે. હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય રાજ્યોની સાથોસાથ ઑસ્ટ્રેલિયા, દુબઈ, ફ્રાન્સ, અમેરિકા અને જર્મનીથી પણ લોકો ગોળ અને ખાંડ લેવા પહોંચે છે.

  (પાનીપતથી સુમિત ભારદ્વાજનો રિપોર્ટ)

  આ પણ વાંચો, વધુ બગડશે આપના ઘરનું બજેટ! ડુંગળી-દાળો બાદ મોંઘી થઈ શકે છે ખાંડ
  Published by:News18 Gujarati
  First published:December 22, 2019, 08:30 am

  ટૉપ ન્યૂઝ