દિવાળીના દિવસે સ્મશાન ઘાટના ચોકીદારની ગળું કાપીને હત્યા, ખાટલા પર પડી હતી લાશ

દિવાળીના દિવસે સ્મશાન ઘાટના ચોકીદારની ગળું કાપીને હત્યા, ખાટલા પર પડી હતી લાશ
સ્મશાન ઘાટની ચોકીદારી કરતાં લક્ષ્મણદાસની હત્યા, મોબાઇલ ગાયબ અને પર્સ પણ ખાલી મળ્યું

સ્મશાન ઘાટની ચોકીદારી કરતાં લક્ષ્મણદાસની હત્યા, મોબાઇલ ગાયબ અને પર્સ પણ ખાલી મળ્યું

 • Share this:
  હિસારઃ હરિયાણા (Haryana)ના હિસાર (Hisar) જિલ્લાના ગંગવા ગામમાં આવેલા સ્મશાન ઘાટમાં એક વૃદ્ધ ચોકીદાર (Guard)ની અગમ્ય કારણોસર હત્યા (Murder) કરી દેવામાં આવી છે. પોલીસ (Police)ને જાણ થતાં જ પોલીસ ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી. બીજી તરફ હિસારના પોલીસ અધિક્ષક બલવાન સિંહ રાણા અને હિસારના લૉ એન્ડ ઓર્ડર ડીએસપી જોગિન્દર શર્મા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને લાશને કબજામાં લઈ લીધી. પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે.

  મામલાની તપાસ કરી રહેલા ડીએસપી જોગિન્દર શર્માએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે વ્યક્તિની ઉંમર લગભગ 65 વર્ષની છે અને તે સ્મશાન ઘાટમાં ચોકીદાર હતો. તેઓએ જણાવ્યું કે સૂચના મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દરેક દૃષ્ટિથી તપાસ કરવામાં આવી રહી છે. શર્માએ જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ હત્યાનો મામલો લાગે છે અને ગળામાં કેટલાક નિશાન પણ છે. જોગિન્દર શર્માએ જણાવ્યું કે લાશને હાલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલ મોકલી આપવામાં આવી છે અને કાયદાકિય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.  આ પણ વાંચો, દિવાળીની રાત્રે 6 વર્ષીય માસૂમની કરી હત્યા, શરીરના અનેક અંગ ગાયબ

  દીકરીના પતિને પ્રધાનનો આવ્યો ફોન

  12 ક્વાર્ટર રોડ સ્થિત ઈન્દિરા કોલોની નિવાસી અશોક કુમારે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના લગ્ન ગંગવા નિવાસી લક્ષ્મણદાસની દીકરી લલિતા સાથે થયા છે. તેના સસરા લક્ષ્મણદાસ ગંગવાના સ્મશાન ઘાટ ખાતે છેલ્લા બે વર્ષથી ચોકીદાર હતા. તેઓ સ્મશાન ઘાટમાં બનેલા રૂમમાં જ રહેતા હતા. અશોકે જણાવ્યું કે તેમની પાસે 14 નવેમ્બરની સાંજે 5:30 કલાકે સેક્ટર 13 નિવાસી રાજુ અગ્રવાલે સ્મશાન ઘાટ ગંગવા ટ્રસ્ટના પ્રધાન છે તેમનો ફોન આવ્યો કે લક્ષ્મણદાસ સ્મશાન ઘાટમાં બનેલા રૂમમાં ખાટલા પર પડી છે અને રૂમ અંદરથી બંધ છે. બીજી તરફ રૂમની બહાર તાળું મારેલું છે.

  આ પણ વાંચો, દિવાળી બાદ પણ સતત 4 દિવસ બંધ રહેશે બેંક, જતાં પહેલા ચેક કરી લો આ લિસ્ટ

  મોબાઇલ ગાયબ હતો

  અશોકે ફરિયાદમાં જણાવ્યું કે ફોન પર જાણ થતાં તે સ્મશાન ઘાટ પહોંચ્યો. તેને પ્રધાન રાજુ અગ્રવાલ અને સરૂપપુરા નિવાસી લાલ બહાદુર ત્યાં મળ્યા. આ બંનેની સાથે મળી સ્મશાન ઘાટના રુમની બહાર લાગેલું તાળું અને રૂમની અંદરની કડીને તોડી તો તેના સસરા લક્ષ્મણદાસ ખાટલા પર પડેલા હતા. અશોકે જણાવ્યું કે તેમના સસરાની ગરદન પર કટનું નિશાન હતું તથા થોડા નિશાન પણ હતા. તેમના ખાટલા પર તેમનું પર્સ હતું, જે ખાલી હતું. સસરાની પાસેથી તેમનો મોબાઇલ ગાયબ હતો.
  Published by:Mrunal Bhojak
  First published:November 16, 2020, 08:17 am