Home /News /national-international /હરિયાણામાં 19 વર્ષનાં છોકરાને કોર્ટે ફટકારી મૃત્યુદંડની સજા

હરિયાણામાં 19 વર્ષનાં છોકરાને કોર્ટે ફટકારી મૃત્યુદંડની સજા

પ્રતીકાત્મક તસવીર

જજે આ કિસ્સાને રેરેસ્ટ ઓફ ધ રેસ્ટ ગણાવ્યો અને તેને દિલ્હીમાં 2012નાં વર્ષમાં બનેલી નિર્ભયા કેસ સાથે સરખાવ્યો

ન્યૂઝ18 ગુજરાતી: હરિયાણાની કોર્ટે 19 વર્ષનાં એક છોકરાને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ છોકરાએ આઠ વર્ષની છોકરીની દુષ્કર્મ કરીને હત્યા કરી હતી. અડિશ્નલ સેસન્સ કોર્ટેનાં જજ નરેશ કુમારે આ કિસ્સાને રેરેસ્ટ ઓફ ધ રેસ્ટ ગણાવ્યો હતો અને આ કેસને દિલ્હીમાં 2012નાં વર્ષમાં બનેલી નિર્ભયા કેસ સાથે સરખાવ્યો હતો અને તેથી જ, દિલ્હીનાં કેસમાં આરોપીઓને જે સજા મળી હતી તે સજા આ કેસનાં આરોપીને પણ મળવી જોઇએ.

હિંદુસ્તાન ટાઇમ્સનાં અહેવાલ અનુસાર, કોર્ટે આ કિસ્સાનાં રેરેસ્ટ ઓફ ધ રેર ગણી અને નોંધ્યુ કે, આ કેસનાં આરોપીને મૃત્યુદંડથી ઓછી સજા ન થઇ શકે. ભોગબનનાર દિકરીએ કેટલુ દુખ વેઠ્યુ હશે. આ કેસને નિર્ભયા કેસથી સહેજ પણ ઓછો ગણી ન શકાય. ભોગ બનનાર બાળકી નિર્દોષ હતી, તેની સામે ઉજવળ ભવિષ્ય હતુ. પણ આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યુ અને તેની નિર્મમ હત્યા કરી નાંખી હતી.

આ ઘટના 9મી જુનનાં રોજ બની હતી. આરોપી બાળકીના પાડોશમાં જ રહેતો હતો. આરોપીએ બાળકીને ભોળવીને તેની પાસે બોલાવી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ અને તેની હત્યા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2012માં દિલ્હીમાં બનેલી નિર્ભયા કેસને કારણે સમગ્ર દેશ હલી ગયો હતો. એક પેરા મેડિકલ વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મ થયુ હતું અને આ ઘટના પછી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ હતું. આ ઘટનાએ દેશની જનતાને હચમચાવી દીધો હતો અને ત્યારબાદ આ મામલાને લગતા કાયદામાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.
First published:

Tags: Capital punishment, Death Penalty, Nirbhaya gangrape

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો