નવી દિલ્હી : કૃષિ કાનૂનોને (Farm Law)લઈને ખેડૂતોનું આંદોલન (Farmer Protest)યથાવત્ છે. ખેડૂતો પોતાની માંગણીને લઈને સતત પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે (Haryana CM Manohar Lal Khattar) કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar)સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ કૃષિ કાનૂનો પર ચર્ચા કરી હતી.
કૃષિ મંત્રી સાથે મુલાકાત પછી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે મારું માનવું છે કે આગામી 2-3 દિવસમાં સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ શકે છે. ખેડૂતોના વિરોધનું સમાધાન ચર્ચાના માધ્યમથી નીકળવું જોઈએ. ન્યૂઝ એજન્સી ANIના મતે મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આ મુદ્દાને જલ્દી હલ કરવો જોઈએ.
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી-બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર વાતચીત માટે તૈયાર છે પણ ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. ખેડૂતોની માંગણી છે કે કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાનૂનોને રદ કરે.
I believe that the talk could be held in the next 2-3 days. A solution to this issue (farmers' protest) should be found through discussion. I have said that this issue should be resolved soon: Haryana CM Manohar Lal Khattar after meeting Union Agriculture Minister NS Tomar https://t.co/vfDtJq6EHWpic.twitter.com/EQjEhb5iUk
ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે (Narendra Singh Tomar)બે દિવસ પહેલા ખેડ઼ૂતોના નામે પત્ર લખ્યો હતો. આ પત્રમાં કૃષિ મંત્રીએ કૃષિ સુધાર કાયદાના ફાયદા ગણાવ્યા હતા. આ સાથે તેમણે આંદોલન કરી રહેલા ખેડૂતોમાંથી કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવાની વાત પણ કહી હતી. કૃષિ મંત્રીએ પોતાના પત્રમાં લખ્યું કે તે પોતે પણ ખેડૂત છે અને ખેતીના પડકારને સમજે છે. મોદી સરકાર છેલ્લા છ વર્ષોથી ખેડ઼ૂતોને સશક્ત કરવાનો પ્રતત્ન કરી રહી છે. ન્યૂયતમ સમર્થન મૂલ્યને લઈને તેમણે કહ્યું કે એમએસપી યથાવત્ છે અને આગળ પણ ખેડૂતોને એમએસપી મળતી રહેશે. કૃષિ મંત્રીએ પત્રમાં લખ્યું કે દેશના ઘણા ભાગોમાં ઘણા ખેડૂત સંગઠનોએ કૃષિ સુધાર કાયદાનું સ્વાગત કર્યું છે અને તે આ કાનૂન દ્વારા લાભ પણ ઉઠાવી રહ્યા છે. આ કાનૂનોને લઈને કેટલાક ખેડૂત સંગઠનોમાં ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે. જોકે કૃષિ મંત્રી હોવાને કારણે એ મારી ફરજ છે કે તે ખેડૂતોની શંકાઓનું સમાધાન કરે. કૃષિ મંત્રીએ કહ્યું કે નવો કાનૂન લાગુ થયા પછી આ વખતે એમએસપી પર સરકારી ખરીદીના છેલ્લા બધા રેકોર્ડ તુટી ગયા છે. આમ છતા પણ કેટલાક લોકો ખેડૂતોને ખોટુ બોલી રહ્યા છે કે એમએસપી બંધ કરી દેવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર