Home /News /national-international /હરિયાણા સરકારમાં ખટપટ? ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા CM ખટ્ટર અને ડિપ્ટી CM ચૌટાલા

હરિયાણા સરકારમાં ખટપટ? ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા CM ખટ્ટર અને ડિપ્ટી CM ચૌટાલા

હરિયાણા સરકારમાં ખટપટ? ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા CM ખટ્ટર અને ડિપ્ટી CM ચૌટાલા

હરિયાણામાં ખેડૂત આંદોલનને (Kisan Aandolan) લઈને રાજનીતિક હલચલ તેજ બની ગઈ છે

નવી દિલ્હી : હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Haryana CM Manohar Lal Khattar)અને ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala)કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરવા માટે ગૃહ મંત્રાલય પહોંચ્યા છે. આ બેઠકમાં કૃષિ કાનૂનોને લઈને ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શનને લઈને વાતચીત થશે. બેઠકમાં ભાજપા અધ્યક્ષ ઓપી ધનખડ પણ ઉપસ્થિત રહેશે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં ખેડૂત આંદોલનને (Kisan Aandolan) લઈને રાજનીતિક હલચલ તેજ બની ગઈ છે. કોંગ્રેસ સરકાર સતત વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની માંગણી કરી રહી છે.

આ પહેલા જનનાયક જનતા પાર્ટી (જજપા)ના ધારાસભ્યોના એક જૂથે મંગળવારે આ બેઠક પહેલા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાનૂનોને પાછા લેવા જોઈએ. નહીંતર હરિયાણામાં સત્તામાં રહેલા ભાજપા-જજપા ગઠબંધને તેની ભારે કિંમત ચુકાવવી પડશે. જજપા ધારાસભ્ય જોગી રામ સિહાગે કહ્યું કે કેન્દ્રએ આ કાનૂનોને પાછા લેવા જોઈએ કારણ કે હરિયાણા, પંજાબ અને દેશના ખેડૂતો આ કાનૂનોના વિરોધમાં છે. તેમણે કહ્યું કે અમે દુષ્યંત જી ને આગ્રહ કરીશું કે અમારી ભાવનાઓને અમિત શાહ જી ને અવગત કરાવી દે.

આ પણ વાંચો - Covid-19 Vaccine: ક્યાંથી આવશે ફ્રી ડોઝના પૈસા? કોન્ડોમ બનાવનાર કંપનીનો વેક્સીનમાં શું છે રોલ



અમિત શાહ સાથે મુલાકાત પહેલા દુષ્યંત ચૌટાલા એક ફાર્મ હાઉસમાં પોતાની પાર્ટીના બધા ધારાસભ્યો સાથે બેઠક કરી ચૂક્યા છે. હરિયાણામાં ખેડૂત આંદોલનના રાજનીતિક પ્રભાવને જોતા ચૌટાલાએ આ બેઠક બોલાવી હતી. જેથી પોતાના ધારાસભ્યોને ગઠબંધનમાં એકજુથ બનાવી રાખે.

ઉલ્લેખનીય છે કે ભાજપાએ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 90 સીટોમાંથી 40 સીટો પર જીત મેળવી હતી. તેને જનનાયક જનતા પાર્ટીના 10 ધારાસભ્યો અને સાત અપક્ષ ધારાસભ્યોના સહયોગથી સરકાર બનાવી છે.
First published:

Tags: Amit shah, Dushyant chautala, Manohar lal khattar, મુખ્યમંત્રી, હરિયાણા