Home /News /national-international /કેબિનેટનો નિર્ણય, 12 વર્ષ સુધીની છોકરીઓ સાથે દુષ્કર્મ પર મોતની સજા

કેબિનેટનો નિર્ણય, 12 વર્ષ સુધીની છોકરીઓ સાથે દુષ્કર્મ પર મોતની સજા

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર (ફાઇલ ફોટો)

હરિયાણા સરકારે 12 વર્ષ સુધીની છોકરી કે રેપ કે ગેંગરેપના મામલામાં દોષીને મોતની સજાનો મોટો નિર્ણય લીધો છે. મંગળવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં લેવાયેલ આ નિર્ણય પ્રમાણે આવા મામલાઓમાં ઓછામાં ઓછી 14 વર્ષની સશ્રમ જેલની સજા થઈ શકે છે. જે આજીવન કારાવાસ એટલે વ્યક્તિના જીવે ત્યાં સુધી વધારી શકાય છે.

મધ્ય પ્રદેશના પછી હરિયાણા બીજુ આવું રાજ્ય છે જ્યાં 12 વર્ષ સુધીની બાળકીઓ સાથે બળાત્કાર માટે આટલી કડક સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. હરિયાણા કેબિનેટના આ નિર્ણયને આવનાર વિધાનસભાના બજેટ સત્રમાં વિધાનસભામાં પાસ કરાવવામાં આવશે. જણાવવામાં આવે છે કે હરિયાણા કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે દુષ્કર્મના આરોપીઓ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.

રાજ્યમંત્રી કૃષ્ણ સિંહ બેદીએ કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે 18 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં હરિયાણા પોલીસ નોન ગેજેટેડ રેંકમાં પણ કેટલાક ફેરબદલ કરવામાં આવશે. સાથે જ જે પરિવારનું કોઈપણ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી તેમને કોન્સ્ટેબલ ભરતીમાં 5 ટકાની છૂ઼ટ આપવામાં આવશે. રાજ્યની નવી કપડા નીતિ પણ બનાવવામાં આવશે. જેના અંતર્ગત પાંચ હજાર લોકોને નોકરી આપવામાં આવશે અને આવનાર દશ વર્ષોમાં એક લાખ લોકોને રોજગાર આપવામાં આવશે.
First published:

Tags: Cabinet, Rape Accused, હરિયાણા