રક્ષાબંધનના દિવસે દુર્ઘટનાઃ કાર-ટેન્કરની ટક્કરમાં ભાઈ-બહેન અને 10 મહિનાના બાળકનું મોત

News18 Gujarati
Updated: August 4, 2020, 8:21 AM IST
રક્ષાબંધનના દિવસે દુર્ઘટનાઃ કાર-ટેન્કરની ટક્કરમાં ભાઈ-બહેન અને 10 મહિનાના બાળકનું મોત
ભાઈ બહેન અને ભાણીયાને લેવા ગયો હતો, એક્સપ્રેસ હાઈવે પર ઊભેલા ગેસ ટેન્કરમાં કાર ભૂસી જતાં ત્રણેયનાં કરૂણ મોત

ભાઈ બહેન અને ભાણીયાને લેવા ગયો હતો, એક્સપ્રેસ હાઈવે પર ઊભેલા ગેસ ટેન્કરમાં કાર ભૂસી જતાં ત્રણેયનાં કરૂણ મોત

  • Share this:
પ્રદીપ ધનખડ, ઝજ્જરઃ હરિયાણા (Haryana)ના ઝજ્જર (Jhajjar) જિલ્લામાં રક્ષાબંધન (Rakshabandhan)ના દિવસે કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના બની. દુર્ઘટનામાં ભાઈ-બહેન અને એક માસૂમનું મોત થયું છે. દુર્ઘટના કેએમપીની વચ્ચોવચ્ચ ઊભેલા ગેસ ટેન્કરના કારણે થઈ. કેએમપી પર ઊભેલા ગેસ ટેન્કર સાથે સેન્ટ્રો કારની સીધી ટક્કર થઈ જેના કારણે કારમાં સવાર ગૌરવ, તેમની બહેન પ્રીતિ અને ભાણીયાનું મોત થયું છે.

બહેનને લેવા આવ્યો હતો ભાઈ

ગૌરવ સોનીપતનો રહેવાસી હતો જે રક્ષાપ્રસંગના પ્રસંગે બહેનને લેવા માટે બાદલી આવ્યો હતો. બહેન પાસે રાખડી બંધાવ્યા બાદ ગૌરવ પોતાની બહેન અને ભાણીયાને પોતાની સાથે લઈ સોનીપત આવી રહ્યો હતો. કેએમપી પર બાદલી ટોલથી 2 કિલોમીટરના અંતરે ગૌરવની કાર રસ્તાની વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કરી ઊભા ગેસ ટેન્કરમાં સીધી ઘૂસી ગઈ.

આ પણ વાંચો, પપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ નિયમ તોડી રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ

ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત

દુર્ઘટના એટલી ગંભીર હતી કે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. દુર્ઘટના બાદ ગેસ ટેન્કરનો ડ્રાઇવર પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.એમ્બ્યૂલન્સની મદદથી ત્રણના મૃતદેહ બહાદુરગઢના ટ્રોમા સેન્ટર લાવવામાં આવ્યા જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને સોંપવામાં આવ્યા.આ પણ વાંચો, શરમજનક! લૅબ ટેક્નીશિયને કોરોના ટેસ્ટ માટે યુવતીના પ્રાઇવેટ પાર્ટથી લીધું સેમ્પલ, ધરપકડ

પોલીસે હાલ મામલો નોંધી કાયદાકિય કાર્યવાહી શરૂ કરી દીધી છે. પરંતુ આ દુર્ઘટનાએ રસ્તાની વચ્ચે અને કિનારા પર ઊભેલા વાહનો પર ફરી એકવાર સવાલ ઊભા થઈ ગયા છે.
Published by: Mrunal Bhojak
First published: August 4, 2020, 8:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading