Home /News /national-international /VIDEO: 20 વર્ષથી ઘરમાં બંધ હતા આ ભાઈ-બહેન; જીવતા હતા નરક જેવી જિંદગી, હવે મળશે નવજીવન
VIDEO: 20 વર્ષથી ઘરમાં બંધ હતા આ ભાઈ-બહેન; જીવતા હતા નરક જેવી જિંદગી, હવે મળશે નવજીવન
20 વર્ષથી ઘરમાં બંધ હતા ભાઈ-બહેન
નવાઈની વાત તો એ છે કે, આ રુમમાં બંધ માનસિક રીતે બીમાર મહિલા એમ.એ, બી.એડ કરેલ છે. તો વળી ભાઈ પણ 12મું પાસ છે. આ બંને ભાઈ-બહેન નરકની જિંદગી જીવી રહ્યા હતા.
અંબાલા: જ્યારે પોતાના લોકો આપને તકલીફ આપે ત્યારે દુનિયામાં તેનાથી વધારે ખરાબ સમય બીજો કોઈ હોતો નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોતાના જ લોકોએ એવી ઠોકર મારી કે, 20 વર્ષ સુધી એક રુમમાં બંધ કરી દીધા. ખાવા પીવાના નામે કંઈ મળી જાય તો ઠીક નહીંતર એઠવાડ અને કચરો ખાઈને જીવન ગુજારી દેવાનું. આ દુ:ખદ કહાની એક ભાઈ-બહેનની છે, જે ડૉક્ટર પિતાના મોત બાદ એક રુમમાં બંધ રહ્યા હતા. માનસિક રીતે બીમાર આ બંનેના હાલચાલ પુછવા કોઈ સંબંધી ક્યારેય આવ્યા નહીં. ત્યાં સુધી કે, તેની આજૂબાજૂના લોકોએ પણ મોં ફેરવી લીધા.
લુધિયાનાની સંસ્થા 'મનુખતા દી સેવા સબસે બડી સેવા' એ બોહ ગામના રહેવાસી ભાઈ-બહેનને તેમના ઘરમાંથી રેસ્ક્યૂ કર્યું. જ્યારે સંસ્થાના લોકો તેમના રુમમાં દાખલ થયા તો, તેમની હાલત અને રુમની હાલત જોઈને ચોંકી ગયા હતા. નવાઈની વાત તો એ છે કે, આ રુમમાં બંધ માનસિક રીતે બીમાર મહિલા એમ.એ, બી.એડ કરેલ છે. તો વળી ભાઈ પણ 12મું પાસ છે. આ બંને ભાઈ-બહેન નરકની જિંદગી જીવી રહ્યા હતા.
તો વળી અંબાલા શહેરના જોગીવાડામાંથી એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેની પણ માનસિક હાલત ઠીક નહોતી. કેટલાય વર્ષોથી રોજ સવારે ઘરેથી નીકળી જાય છે અને ભીખ માગીને ભોજન કરે છે. રાતમાં પોતાની ઓરડીમાં પાછા આવી જાય છે. તેના રુમમાં પણ જ્યારે સંસ્થાના લોકો ગયા તો, ગંદકી અને ગંધથી થરથર કાંપવા લાગ્યા.
સંસ્થાના સેવક મિંટૂ માલવાએ જણાવ્યું કે, તેમના તરફથી એવા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવે છે, જે મંદબુદ્ધિ હોય છે. તેમની મદદ કરનારુ કોઈ હોતું નથી. કહેવાય છે કે, અંબાલાથી તેમની પાસ આ લોકોના વીડિયો આવ્યા હતા. જે બાદ વંદે માતરમ દળની સાથએ તેમણે મળીને આ લોકોનું રેસ્ક્યૂ કર્યું હવે એક સારી જિંદગી જીવવાની કોશિશ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર