Home /News /national-international /દિલ્હી બાદ હરિયાણાના 4 જિલ્લાઓમાં પણ શાળા કોલેજો બંધ કરાવોન નિર્ણય, કચરો બાળવા પર પ્રતિબંધ
દિલ્હી બાદ હરિયાણાના 4 જિલ્લાઓમાં પણ શાળા કોલેજો બંધ કરાવોન નિર્ણય, કચરો બાળવા પર પ્રતિબંધ
હરિયાણામાં વધી રહેલા પ્રદૂષણને જોતા 4 જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ શાળાઓ 17 નવેમ્બર સુધી બંધ રહેશે. (તસવીર- ANI)
NCR Air Pollution: રાજધાની દિલ્હી બાદ હરિયાણામાં વધી રહેલા પ્રદૂષણને જોતા 4 જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ શાળાઓ 17 નવેમ્બર સુધી બંધ રહેશે. નેશનલ કેપિટલ રિજન (NCR) ના ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જર જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે.
ચંડીગઢ: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી બાદ હરિયાણામાં વધી રહેલા પ્રદૂષણને જોતા 4 જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ શાળાઓ 17 નવેમ્બર સુધી બંધ રહેશે. નેશનલ કેપિટલ રિજન (NCR)ના ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જર જિલ્લામાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે આ અંગે આદેશ જાહેર કર્યો છે.
કચરો બાળવા પર પણ પ્રતિબંધ લગાવ્યો
NCRમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે હરિયાણા સરકારે શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે તમામ પ્રકારના બાંધકામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પાલિકા દ્વારા કચરો બાળવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દરમિયાન પરાળ સળગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
તમામ સરકારી કચેરીઓ બંધ કર્માચરીઓ કરશે વર્ક ફોર્મ હોમ
આ પહેલા ગઈકાલે એટલે કે શનિવારે સુપ્રીમ કોર્ટની ગંભીર મુદ્દા અને વાયુ પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નક્કર પગલાં લેતા 17 નવેમ્બર સુધી શાળાને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેથી બાળકોને પ્રદૂષિત હવામાં શ્વાસ ન લેવો પડે. આ સિવાય દિલ્હીમાં 14 થી 17 નવેમ્બર સુધી બાંધકામ પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દેશમાં વધી રહેલા પ્રદુષણના મામલે સરકારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોટા ભાગના કર્મચારીઓને ઘરે રહીને કામ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત બેઠકમાંએ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, દિલ્હીની સરકારી કચેરીઓના કર્મચારીઓ એક સપ્તાહ સુધી ઘરેથી કામ કરશે. એક સપ્તાહ માટે તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટ તરફથી લોકડાઉન લાગુ કરવાના વિચાર પર દરખાસ્ત કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. લોકડાઉન કેવી રીતે લાગુ કરી શકાય તે અંગે કોર્ટ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરશે. સીએમ કેજરીવાલે એમ પણ કહ્યું કે લોકડાઉન એક મોટો નિર્ણય છે. આ અંગે કેન્દ્ર અને તમામ એજન્સીઓ સાથે વાત કર્યા બાદ જ આ અંગે નિર્ણય લઈ શકાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર