Home /News /national-international /તાંત્રિકના ઈશારે પિતાએ 5 સંતાનોની કરી ક્રૂર હત્યા, પંચાયતની સામે ગુનો કબૂલ્યો

તાંત્રિકના ઈશારે પિતાએ 5 સંતાનોની કરી ક્રૂર હત્યા, પંચાયતની સામે ગુનો કબૂલ્યો

ગરીબીથી મુક્તિ મેળવવા પિતા તાંત્રિકની વાતમાં આવી ગયો, 3 દીકરી અને 2 દીકરાની કરી હત્યા

ગરીબીથી મુક્તિ મેળવવા પિતા તાંત્રિકની વાતમાં આવી ગયો, 3 દીકરી અને 2 દીકરાની કરી હત્યા

વિજેન્દ્ર કુમાર, જિંદઃ હરિયાણા (Haryana)ના જિંદ જિલ્લામાં એક કંપાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પિતાની ક્રૂરતા સામે આવી છે. જિલ્લાના ડિડવાડા ગામમાં એક વ્યક્તિએ તાંત્રિકના કહેવા પર પોતાના 5 બાળકોની હત્યા (Murder) કરી દીધી. 17 જુલાઈએ ડિડવાડા ગામથી બે બાળકીઓ ગુમ થઈ હતી. ગત સપ્તાહે બંનેની લાશ હાંસી બુટાના લિંક નહેરથી બરામદ થઈ હતી. 5 વર્ષમાં જુમ્માના તમામ પાંચ બાળકોના મોત થઈ ચૂક્યા છે.

ગુરુવારે પંચાયતની સામે આરોપી પિતાએ પોતાનો ગુનો કબૂલ્યો. ત્યારબાદ પંચાયતે આરોપીને પોલીસના હવાલે કરી દીધો. આરોપી બાપે જણાવ્યું કે એક તાંત્રિકના કહેવા પર તેણે પોતાના તમામ બાળકોની હત્યા કરી દીધી.

આ પણ વાંચો, ખોટો ધર્મ જણાવી પ્રેમજાળ રચી, રાઝ ખુલતાં મા-દીકરીની હત્યા કરી આંગણામાં દાટી દીધા

તમામ બાળકોની ઉંમર 11 વર્ષથી ઓછી હતી

જુમ્માના તમામ બાળકોની ઉંમર 11 વર્ષથી ઓછી હતી. જોકે, તેણે સમગ્ર મામલામાં પંચાયતની સામે આવીને માફી માંગી છે. ત્યારબાદ પોલીસને બોલાવીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પકડવાની પુષ્ટિ મોડી રાત્રે જિંદના એસપી અશ્વિન શૈણવીએ કરી છે. મામલાનો ખુલાસો થયા બાદ સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આરોપીની ત્રણ દીકરીઓ અને બે દીકરા હોવાનું કહેવાય છે જે બધાની હત્યા કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો, આયુર્વેદિક સ્પા સેન્ટરની આડમાં થઈ રહ્યો હતો દેહવેપાર, 2 યુવતીઓ સહિત 5ની ધરપકડ

મામલાની તપાસમાં લાગી પોલીસ : બીજી તરફ, લોકોએ જણાવ્યું કે, આરોપીએ પંચાયતની સામે પોતાનો ગુનો કબૂલ કરતાં કહ્યું કે તેણે ગરીબીમાં આ ઘટનાને અંજામ આપ્યો છે અને તાંત્રિકના કહેવા પર આવું કર્યું છે. પંચાયતના પ્રતિનિધિઓ અને ગામના વડિલોએ પોલીસને બોલાવી આરોપીને તેમના હવાલે કરી દીધી અને કાર્યવાહી કરવાની માંગ કરી. પોલીસ હાલ એ વાત જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ક્રૂર હત્યાકાંડમાં બીજું કોણ-કોણ સામેલ છે.
First published:

Tags: Children, Crime news, Crime Report, પોલીસ, હત્યા, હરિયાણા