Home /News /national-international /

હરિયાણાઃ 67 વર્ષીય વૃદ્ધે 19 વર્ષની યુવતી સાથે કર્યા લવ મેરેજ, ગામ લોકોએ કહ્યું- ‘દાળમાં કંઈક કાળું છે’

હરિયાણાઃ 67 વર્ષીય વૃદ્ધે 19 વર્ષની યુવતી સાથે કર્યા લવ મેરેજ, ગામ લોકોએ કહ્યું- ‘દાળમાં કંઈક કાળું છે’

Viral News: 67 વર્ષીય વૃદ્ધની સરખામણી ગામ લોકોએ આસારામ સાથે કરી છે અને તેને યુવતી સાથે બળજબરીથી લગ્ન કરવા માટે સજા આપવા માંગ કરી

Viral News: 67 વર્ષીય વૃદ્ધની સરખામણી ગામ લોકોએ આસારામ સાથે કરી છે અને તેને યુવતી સાથે બળજબરીથી લગ્ન કરવા માટે સજા આપવા માંગ કરી

  કાસિમ ખાન, નૂંહ. હરિયાણા (Haryana)માં 67 વર્ષના વૃદ્ધના પ્રેમ વિવાહ (love Marriage)ના મામલા પર બીબીપુર ગામના લોકોએ બેઠક બોલાવી નારાજગી વ્યક્ત કરી છે. ગામ લોકોએ પલવલ અને મવાતની પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સાથે મુલાકાત કરી કજોડાના લગ્નની હકીકત જાણીને યુવતીના પરિવારને પાછી સોંપવામાં આવે તેવી માંગણી કરી છે. જો યુવતી ન મળી તો મહાપંચાયત (Maha Panchayat) કરવાથી લઈને કોઈ પણ હદ સુધી જઈને યુવતીને પરત લેવાની વાત કહેવામાં આવી છે. તેમણે એવું પણ કહ્યું કે, આ કજોડાના લગ્નની ચર્ચા સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ છે, જેના કારણે ગામની બદનામી થઈ રહી છે. સાથોસાથ શરીયત પણ આ વાતની મંજૂરી નથી આપતું કે પરિણીત યુવતી છૂટાછડા લીધા વગર બીજા વ્યક્તિ સાથે લગ્ન કરે. યુવતી મેવાત જિલ્લાના બીબીપુરની રહેવાસી છે, તો વૃદ્ધ પતિ પડોશી જિલ્લા પલવલનો રહેવાસી છે.

  બીબીપુર ગામના લોકોએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, વૃદ્ધના પ્રેમ વિવાહ મામલામાં હાઈકોર્ટ સારો ચુકાદો આપ્યો છે, જે તપાસના આદેશ આપી દીધા. આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવી જરૂરી છે. બશીરે કહ્યું કે, મેવાતમાં 36 બિરાદરીના લોકો હિન્દુ-મુસ્લિમ લોકો જે પરસ્પર પ્રેમભાવથી રહે છે. અમે આજ સુધી આ પ્રકારની કોઈ ઘટના સાંભળી નથી અને ન તો જોઈ છે. આ પ્રકારની ઘટનાઓથી સમાજ ઉપરાંત ઈસ્લામને પણ બદનામ થાય છે.

  આ પણ વાંચો, બ્રિટન: વર્ષોની મહેનત બાદ હિન્દુ અને શીખ સમુદાયને અસ્થિ વિસર્જન માટે મળ્યું યોગ્ય સ્થળ

  તેમણે વધુમાં કહ્યું કે, 19 વર્ષીય યુવતી પરિણીત હોવા છતાંય શરીયતને તોડ્યો છે. ગામમાં હાજર લોકોએ કહ્યું કે, 67 વર્ષીય વૃદ્ધનો મોટો પરિવાર છે. આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા પહેલા તેમને શરમ આવવી જોઈએ. આજે વૃદ્ધના કારણે અમારું મેવાત દુનિયાભરમાં શરમમાં મૂકાયું છે. આ ઉપરાંત મેવાતના લોકોએ 67 વર્ષના વૃદ્ધને આસારામ સાથે સરખાવ્યો છે. આસારામ અને 67 વર્ષીય વૃદ્ધ વચ્ચે કોઈ અંતર નથી.

  આ પણ વાંચો, Alert: જો તમે પણ વેચી રહ્યા છો જૂના સિક્કા કે નોટ તો થઈ જાઓ સાવધાન, RBIએ જાહેર કરી જરૂરી સૂચના

  ગામ લોકોએ કહ્યું કે, જેવી રીતે આસારામને સજા થઈ છે, તેવી જ રીતે 67 વર્ષીય વૃદ્ધને પણ સજા થવી જોઈએ. બીજી તરફ આ મામલાને લઈને પલવલ એસપી દીપક ગહલાવત સાથે મુલાકાત કરતાં તેમણે મામલામાં કાર્યવાહી કરવાનો ભરોસો અપાવ્યો છે. 67 વર્ષીય વૃદ્ધે 19 વર્ષની યુવતી સાથે કોર્ટ મેરેજ મામલા પર ગામ લોકોનો દાવો છે કે યુવતી પર કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પ્રશાસની માંગ કરવામાં આવી છે કે, તપાસ કરીને હકીકત સામે લાવવી જોઈએ.

  શું છે સમગ્ર મામલો?

  મળતી માહિતી મુજબ, 67 વર્ષીય વૃદ્ધ લાંબા સમયથી નક્શ, માદળીયા આપવાનું કામ કરે છે અને જે 19 વર્ષીય યુવતી સાથે તેણે લગ્ન કૃયા છે તે યુવતીની માતા માદળીયા આપનારા ઢોંગીની પાસે છેલ્લા લાંબા સમયથી આવતી જતી રહેતી હતી. વૃદ્ધ તાંત્રિક હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ગામના લોકોને શક છે કે મહિલા તથા તેની દીકરીને વૃદ્ધએ કોઈ દબાણ લાવીને બળજબરીથી યુવતી સાથે લગ્ન કરી દીધા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Haryana News, Illegal Marriage, Love marriage, Marriage, Second Marriage, Viral news

  આગામી સમાચાર