ખેડૂતો માટે આનંદના સમાચાર! કોરોનાની બીજી લહેરની કોઈ અસર પાક પર નહીં પડે

ખેડૂતો માટે આનંદના સમાચાર! કોરોનાની બીજી લહેરની કોઈ અસર પાક પર નહીં પડે
તસવીર: Shutterstock

કોરોનાની બીજી લહેરના કારણે પાક સંચાલનમાં કોઈ ફરક નહીં પડે, કારણ કે અગાઉથી જ 55% પાકની કાપણી પૂર્ણ થઇ ચૂકી છે.

  • Share this:
નવી દિલ્હી: દેશમાં કોરોના ધૂમ મચાવી રહ્યો છે. જોકે, ખેડૂતો (Farmers) માટે એક સારા સમાચાર આવ્યા છે. ખેડૂતોના પાક પર કોરોનાની બીજી લહેર (Coronavirus second wave)ની કોઈ અસર નહીં પડે. કોરોનાની બીજી લહેરના કારણે પાક સંચાલનમાં કોઈ ફરક નહીં પડે, કારણ કે અગાઉથી જ 55% પાકની કાપણી પૂર્ણ થઇ ચૂકી છે. જોકે, તેલીબિયાંના પાકની કાપણી હજી બાકી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે શિયાળું પાકની ઉપજ સારી થઇ છે. આગામી 2થી 3 સપ્તાહમાં રવિ પાકની લણણી પૂર્ણ થઇ જવાની આશા છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ મહિનાના માધ્યમાં ચોમાસાના પ્રથમ ચરણની શરૂઆત થઇ શેક છે.

ઝડપથી પૂર્ણ થઇ જશે લણણીકૃષિ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, અગાઉથી જ 91% તેલીબિયાં, 83% શેરડી, 82% દાળ, 77% અન્ય અનાજ જેમ કે મકાઈ અને જુવાર તેમજ 31%થી વધુ ઘઉંની કાપણી થઇ ચૂકી છે. આ શુક્રવાર સુધીમાં 390 લાખ હેકટરથી વધુ રવિ પાકની કંપની થઇ ચૂકી છે. સરકારના જણાવ્યા મુજબ, કઠોળનું ઉત્પાદન સારું થયું છે. જલ્દી જ કાપણી પૂર્ણ થવાની આશા છે.

આ પણ વાંચો: સુરત: નામાંકિત ટીવી સીરિયલ એક્ટર અને બિલ્ડિર ચેન સ્નેચિંગ કરતા ઝડપાયા

કૃષિ મંત્રાલયે ફેબ્રુઆરી 2020-21માં ખાદ્યાન્ન ઉત્પાદનને લગભગ 303 મિલિયન ટન ઓલ ટાઈમ રેકોર્ડ હશે તેઓ અંદાજ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અનુમાન ગત વર્ષની તુલનાએ 2% વધુ છે. જેમાં ચોખા 120 મેટ્રિક ટન, ઘઉં 109 મેટ્રિક ટન, મકાઈ 30 મેટ્રિક ટન અને ચણા 12 મેટ્રિક ટનનું રેકોર્ડ ઉત્પાદન થયું હતું.

આ પણ વાંચો: કોરોનાની બીજી લહેર એપ્રિલમાં આખા દેશમાં હાહાકાર મચાવશે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

આ પણ વાંચો: કેરળના યુગલે પ્રવાસના શોખ માટે છોડી સારા પગારની નોકરી, છ મહિનાથી પોતાની કારમાં કરી રહ્યા છે ટ્રાવેલિંગ

રવિ અને ખરીફ પાકના સમય વચ્ચે વાવવામાં આવતા પાકને ઉનાળું પાક કહેવાય છે. જેમ તરબૂચ, શક્કરટેટી, ખીરા, કાકડી, દૂધી, ભીંડા, મગ, અડદ, સૂરજમુખી, રીંગણ, મરચાં, કોળું, ડુંગળી વગેરેનો સમાવેશ થાય છે. આ પાકથી ખેડૂતોને આર્થિક લાભ થાય છે. કૃષિ મંત્રાલય અનુસાર, ખેડૂતોને કોરોના મહામારીની કોઈ અસર નહીં થાય.
Published by:News18 Gujarati
First published:April 03, 2021, 14:33 pm

ટૉપ ન્યૂઝ