કિસાન બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

કિસાન બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

શિરોમણી અકાલી દળ સતત કૃષિ સંબંધિત વિધેયકોનો વિરોધ કરી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : કિસાન બિલના (Kisan Bill) વિરોધમાં શિરોમણી અકાલી દળના (Shiromani Akali Dal) સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા શિરોમણી અકાલી દળના સાંસદ અને પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે (Sukhbir Singh Badal) લોકસભામાં (Loksabha)હરસિમરતના રાજીનામા આપવાની વાત કરી હતી. શિરોમણી અકાલી દળ સતત કૃષિ સંબંધિત વિધેયકોનો (Agriculture Bills)વિરોધ કરી રહી છે. આ પહેલા પોતાની સહયોગી ભારતીય જનતા પાર્ટીને પરોક્ષ ચેતાવણી આપતા શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે તેમની પાર્ટી ખેડૂતોના હિત માટે બધું જ કુર્બાન કરી શકે છે.

  સુખબીર સિંહ બાદલે પીટીઆઈ ભાષાને કહ્યું હતું કે કૃષિ સંબંધિત આ ત્રણ વિધેયકોને જ્યાં સુધી કૃષિ સંગઠનો, ખેડૂતો અને ખેત મજૂરોની બધી સમસ્યાઓનો ઉકેલ નહીં થાય ત્યાં સુધી તેને સંસદની મંજૂરી માટે રજુ ના કરે. મંગળવારે પંજાબના ફિરોઝપુરના સાંસદે લોકસભામાં આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક 2020 વિરુદ્ધ એમ કહેતા વોટ કર્યો હતો કે આ પ્રસ્તાવિત કાનૂન ખેડૂતોના હિતોની વિરુદ્ધ છે.  આ પણ વાંચો - PM મોદીના 70માં જન્મદિવસે અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન પેટી’, જાણો શું છે આખો પ્લાન

  સરકારે સોમવારે કૃષિ ઉત્પાદ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરલીકરણ) વિધેયક, કિસાન (સશક્તિકરણ અને સંરક્ષણ )મૂલ્ય આશ્વાસન સમજુતી વિધેયક અને કૃષિ સેવા અધ્યાદેશ અને આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક પેશ કર્યા હતા. આ વિધેયક અધ્યાદેશોનું સ્થાન લેના માટે રજુ કર્યા હતા.

  બાદલે કહ્યું હતું કે આ વિધેયકોને રજુ કરતા પહેલા તેમણે પોતાના સહયોગી દલ અને એવી દલો સાથે સંવાદ કરી લેવો જોઈએ જે નિશ્ચિત રીતે ખેડૂતોની પાર્ટી છે. જ્યારે મંત્રીમંડળની બેઠકમાં આ વિષય આવ્યો હતો ત્યારે જ અમારા મંત્રી હરસિમરત કૌર બાદલે પોતાની આપત્તિ પ્રગટ કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: