Home /News /national-international /Mission Paani: આવતીકાલે 'વર્લ્ડ ટોઇલેટ ડે': અક્ષય કુમાર સહિત દિગ્ગજોની હાજરીમાં ઉજવાશે 8 કલાકની ભવ્ય ટેલિથોન

Mission Paani: આવતીકાલે 'વર્લ્ડ ટોઇલેટ ડે': અક્ષય કુમાર સહિત દિગ્ગજોની હાજરીમાં ઉજવાશે 8 કલાકની ભવ્ય ટેલિથોન

mission pani

Mission Paani: 19 નવેમ્બર 2022 ના રોજ આખી દુનિયા 'વર્લ્ડ ટોઇલેટ ડે' ઉજવશે. આ જ દિવસે હાર્પિક નેટવર્ક 18 મિશન સ્વચ્છતા અને પાણી અંતર્ગત 8 કલાકની ભવ્ય ટેલિથોન પણ યોજાશે.

  એકવીસમી સદીના બીજા દશકમાં પાણી અને સ્વચ્છતા સૌથી મહત્વના મુદ્દા છે. પૃથ્વીને રહેવા લાયક અને આપણને ગમે એવી રાખવા માટે આ બે બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. આવા સમયમાં ન્યૂઝ 18 અને હાર્પિક દ્વારા મિશન પાનીનો વિસ્તાર કરવામાં આવતા હવે સ્વચ્છતાનો મુદ્દો પણ તેમાં જ સાંકળી લેવામાં આવ્યો છે.

  19 નવેમ્બર 2022 ના રોજ આખી દુનિયા 'વર્લ્ડ ટોઇલેટ ડે' ઉજવશે. આ જ દિવસે હાર્પિક નેટવર્ક 18 મિશન સ્વચ્છતા અને પાણી અંતર્ગત 8 કલાકની ભવ્ય ટેલિથોન પણ યોજાશે. આ નિમિત્તે કેમ્પેનના એમ્બેસેડર અક્ષય કુમાર પોતાના મંતવ્યો લાઈવ ટેલિકાસ્ટનાં માધ્યમથી રજૂ કરશે.

  હાર્પિક નેટવર્ક 18 મિશન સ્વચ્છતા અને પાણીનો ઉમદા હેતુ એ છે કે જે તમામ વર્ગના તમામ જાતિના લોકોને એક સમાન રીતે ટોઇલેટની સુવિધા મળે અને તેની સ્વચ્છતા પણ એક સામૂહિક જવાબદારી બને એવો વિચાર લોકોમાં પ્રસરે.

  આ ટેલિથોનમાં આપણાં જીવનના તમામ ક્ષેત્રોના બહુવિધ નેતાઓ તેમના વિચારો રજૂ કરતાં જોવા મળશે અને લોકોને આ કાર્યમાં જોડાવા લોકોને પણ વિનંતી કરશે.

  જે હસ્તીઓ આ કાર્યક્રમમાં જોડાશે તેમાં નીચેના લોકોનો સમાવેશ થાય છેઃ

  • ગૌરવ જૈન,એક્ઝિક્યુટિવ વીપી, દક્ષિણ એશિયા, રેકિટ;

  • સૌરભ જૈન, પ્રાદેશિક માર્કેટિંગ ડિરેક્ટર, સ્વચ્છતા, દક્ષિણ એશિયા, રેકિટ;

  • રવિ ભટનાગર, ડાયરેક્ટર, એક્સટર્નલ અફેર્સ એન્ડ પાર્ટનરશીપ, દક્ષિણએશિયા, રેકિટ;

  • જેક સિમ, સ્થાપક, વિશ્વ શૌચાલય સંસ્થા;

  • ડૉ બિંદેશ્વર પાઠક, સ્થાપક, સુલભ ઇન્ટરનેશનલ;

  • કૌસર મુનીર, લેખક, મિશન પાણી પ્રસ્તાવના,


  અને આ સિવાયના ઘણા નામી અનામી હસ્તીઓ હજાર રહેશે.

  પાણીની તંગી એ ઘણા ઘરોમાં શૌચાલયોની સ્વચ્છતા નહીં જળવાઈ શકવા પાછળનું કારણ છે. હાર્પિક નેટવર્ક18 મિશન સ્વચ્છતા ઔર પાની
  આ જટિલ મુદ્દા તરફ લોકોનું ધ્યાન દોરવા માટે સતત પ્રયાસો કરતું આવ્યું છે.

  2020 માં લૉન્ચ કરવામાં આવેલ પાની એન્થમમાં બાળકોને સફળતાપૂર્વક આ મિશન આગળ ધપાવવા માટે આગેવાન તરીકે દર્શાવવામાં આવ્યા હતા
  .

  ભારત સરકારના સમર્થનથી, હાર્પિકે પણ ભારતમાં પ્રથમવાર Sanitation for All Pledge and Preamble મિશન પાની સેનિટેશન ફોરમ 2021 ખાતે લોન્ચ કર્યું
  હતું. સ્વચ્છતા કર્મીઓના સામાજીક આર્થિક સ્તર સુધારવા માટે પણ એક ઉત્તમ વ્યવસ્થા બનાવવાના પ્રયાસ હાર્પિક દ્વારા કરવામાં આવી રહ્યા છે. યોગી મશીનરી અને ટ્રેનીંગ પૂરી પાડવામાં આવે અને રોજગારી પણ આપવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

  ક્યાં જોઈ શકાશે કાર્યક્ર્મ? 

  CNN News18 પર 19 નવેમ્બરના દિવસે મિશન સ્વચ્છતા અને પાણી અંતર્ગતભવ્ય ટેલિથોનનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે.તો https://www.news18.com/missionswachhtapaani/ પર ડિજિટલ સ્ટ્રીમ પણ કરવામાં આવશે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Harpic, Harpic India, Network 18, News18 campaign

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन