સાધવી યૌન શોષણ મામલામાં દોષી કરાર ગુરમીત રામ રહીમની નજીકની ગણાતી હનીપ્રીતને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પંજાબ-હરિયાણા હાઇકોર્ટે હનીપ્રીતને જેલમાંથી ફોન કરવાની અનુમતી આપી છે. હનીપ્રીત હવે જેલના સરકારી ફોનથી પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકશે. હનીપ્રીતે આ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી છે.
ઉલ્લેખનીય છે કે હનીપ્રીતે નવેમ્બરમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં હનીપ્રીતે જેલમાંથી કોલિંગની સુવિધા માટે અનુરોધ કર્યો હતો. હનીપ્રીતે અરજીમાં કહ્યું હતું કે તે ફોન પર પોતાના ભાઇ અને પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરવા ઇચ્છે છે.
હનીપ્રીતે અરજીમાં કહ્યું હતું કે તેને રોજ પાંચ મિનિટ મોબાઇલથી પોતાના ભાઇ અને પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરવાની અનુમતિ મળે, હરિયાણાની જેલમાં કેદીઓ માટે પ્રિજન ઇનમેટ કોલિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેની મદદથી કેદી પોતાના પરિવારજનો સાથે પાંચ મિનિટ સુધી રોજ ફોન પર વાતચીત કરી શકશે.
આ નિયમના આધારે હનીપ્રીતે પંચકુલા એડિશનલ જજની કોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેને રદ્દ કરી હતી. એ સમયે હનીપ્રીત દ્વારા અપલબ્ધ કરવામાં આવેલા નંબરોને વેરિફિકેશન માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ હનીપ્રીતે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઇકોર્ટ તરફથી હનીપ્રીતને રાહત મળતાં હવે તે પરિવારના સભ્યો સાથે વાતચીત કરી શકે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર