હરિયાણા વિધાનસભા ભંગ થવાના એંધાણ, CM ખટ્ટર રાજ્યપાલને મળ્યા

News18 Gujarati
Updated: March 8, 2019, 7:51 AM IST
હરિયાણા વિધાનસભા ભંગ થવાના એંધાણ, CM ખટ્ટર રાજ્યપાલને મળ્યા

  • Share this:
ભાજપની સરકાર ધરાવતા હરિયાણામાં વિધાનસભા ભંગ થવાની અટકળો તેજ બની છે. મુખ્યમંત્રી ખટ્ટરે રાજ્યપાલ સાથે બંધ બારણે બેઠક કરી છે. આ સાથે જ લોકસભા સાથે વિધાનસભા ચૂંટણી યોજવાની વાત વહેતી થઇ છે. આ માટે આવતીકાલે એટલે કે શુક્રવારે સત્તાવાર જાહેરાત થવાની શક્યતાઓ વધી ગઇ છે. આ પહેલા ચંદીગઢના મુખ્યમંત્રી મનોહર લાલ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ સુભાષ બરાલાએ પાર્ટી પ્રભારી અનિલ જૈન અને ચૂંટણી ઇન્ચાર્જ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી છે.

એક તરફ હરિયાણામાં વિધાનસભા ભંગ થવાની વાત વહેતી થઇ છે, તો બીજી બાજુ હરિયાણા ભાજપમાં ખુશીની લહેર ફરી વળી છે. જો લોકસભાની સાથે જ વિધાનસભા ચૂંટણી થશે તો ભાજપને વધુ ફાયદો થઇ શકે છે. સીએમ ખટ્ટરે આઠ માર્ચે ચંદીગઢમાં ફરીએકવાર કેબિનેટની બેઠક બોલાવી છે. બે દિવસમાં ફરી બેઠક બોલાવવાથી રાજકારણ ગરમાયું છે. હવે પછીની મિટિંગમાં વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય થઇ શકે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ભૂલથી પણ ન રમો આ 5 ગેમ્સ, નહી તો તમારા ઘરમાં આવી શકે છે 'ભૂત'

જો બીજી બાજુ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સતત વિધાનસભા ભંગ થવાની સંભાવના નકારી રહ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે હાલનો રાજનૈતિક માહોલ ભાજપના પક્ષમાં છે અને જો ચૂંટણી થાય તો વિધાનસભા અને લોકસભામાં ફાયદો થઇ શકે છે. સાથે જ ચર્ચા થઇ રહી છે કે હરિયાણામાં વિપક્ષમાં હાલ ભાગલા છે.

જો હાઇકમાન્ડમાંથી મંજૂરી મળશે તો શુક્રવારે કેબિનેટની મિટિંગમાં હરિયાણા વિધાનસભાને ભંગ કરવાનો પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. મિટિંબ બાદ કેબિનેટના પ્રસ્તાવને લઇને મુખ્યમંત્રી ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ સિંહ આર્ય સાથે મુલાકાત કરી રાજભવન જશે અને વિધાનસભાને ભંગ કરવાની રજૂઆત કરી શકે છે.
First published: March 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...