બીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા NDA ઉમેદવાર હરિવંશ

બીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા NDA ઉમેદવાર હરિવંશ
હરિવંશ સિંહ (ફાઇલ તસવીર)

Rajyasabha Deputy Chairman Elections: હરિવંશ બીજા વખત રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે ચૂંટાયા છે.

 • Share this:
  નવી દિલ્હી: રાજ્યસભા સાંસદ અને જનતા દળના નેતા હરિવંશ સિંહ (Harivansh Sing) બીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ (Deputy Chairman of Rajya Sabha) ચૂંટાયા છે. વિપક્ષ તરફથી રાજદ નેતા મનોજ ઝા (Manoj Jha) અને એનડીએ (NDA) તરફથી જદ(યૂ)ના નેતા હરિવંશ વચ્ચે આ પદ માટે કાંટાની ટક્કર હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ સંસદમાં કહ્યુ કે, હું હરિવંશ જીને ઉપસભાપતિ ચૂંટાવા માટે અભિનંદન પાઠવું છું. પીએમ મોદીએ કહ્યુ કે એક પત્રકાર અને સમાજસેવક હોવાને નાતે તેઓ અનેક લોકોનાં માનીતા છે. આપણે તમામ જોઈ ચૂક્યા છીએ કે તેમણે પહેલા સંસદની કાર્યવાહી કેવી રીતે ચલાવી છે.

  રાજ્ય સભાના ઉપસભાપતિ ચૂંટાયા બાદ કૉંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે તેમણે અભિનંદન પાઠવતા કહ્યુ કે, હરિવંશ આ પદ માટે યોગ્ય પાત્ર છે. આઝાદે કહ્યુ કે અમે આશા રાખીએ છીએ કે તેઓ સભાપતિની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી પક્ષપાત વગર ચલાવશે. બીજેપી નેતા જેપી નડ્ડા અને થાવરચંદ ગહલોતના પ્રસ્તાવ બાદ એનડીએના ઉમેદવાર જદયૂના સાંસદ હરિવંશ નારાયણ સિંહને રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. નોંધનીય છે કે હરીવંશ બીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ પદે ચૂંટાયા છે.  આ પણ વાંચો: સુરત: પાટીદાર અગ્રણી અને કરોડપતિ ઉદ્યોગપતિના આપઘાત કેસમાં PI સહિત ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

  વડાપ્રધાન મોદીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન વિપક્ષના ઉમેદવાર મનોજ ઝાને પણ શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે મનોજ ઝાને 12 વિપક્ષી પાર્ટીઓએ પોતાના સંયુક્ત ઉમેદવાર જાહેર કર્યા હતા. કોવિડ-19ને કારણે તમામ બદલાવ સાથે ચોમાસું સત્રમાં આ માટે ધ્વનિ મતથી મતદાન થયું હતું.

  આ પણ વાંચો: કોરોના કાળમાં બદલવાની દાસ્તાન: અમુક સાવધાની સાથે કોઠા પર ધંધો ફરી શરૂ, આ માટે ખાસ ગાઇડલાઇન!

  જેડીયૂ નેતા હરિવંશ નારાયણ સિંહ પ્રથમ વખત 8 ઓગસ્ટ 2018ના રોજ ઉપસભાપતિ તરીકે ચૂંટાયા હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ એપ્રિલ 2020માં પૂર્ણ થઈ ગયો હતો. જે બાદમાં તેઓ બીજી વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 63 વર્ષના જેડીયૂ નેતા અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આ પહેલા તેઓ પ્રભાત ખબરમાં ચીફ એડિટર રહી ચુક્યા છે.

  પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, "મેં પહેલા કહ્યુ હતુ કે હરિ બધાના હોય છે તેમજ ગૃહના અમારા હરિ બધાના હશે. હરિવંશે પોતાની જવાબદારી બે વર્ષમાં ખૂબ સફળતાપૂર્વક નિભાવી છે. આ બે વર્ષ તેના સાક્ષી છે. તેમણે ગૃહમાં ખૂબ ઉંડાણપૂર્વક મુદ્દાઓ પર ચર્ચા કરાવી છે. આ દરમિયાન સંસદમાં દેશના ભવિષ્યના બદલનારા અનેક બિલ પાસ થયા હતા." પીએમ મોદીએ હરિવંશ સિંહને એક ઉત્કૃષ્ઠ અમ્પાયર ગણાવ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:September 14, 2020, 18:13 pm

  ટૉપ ન્યૂઝ