Home /News /national-international /

સોનિયા ગાંધી અને માયાવતીને મળે ભારત રત્ન - હરીશ રાવતની માંગથી BSP નારાજ

સોનિયા ગાંધી અને માયાવતીને મળે ભારત રત્ન - હરીશ રાવતની માંગથી BSP નારાજ

માયાવતી અને સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)

બહુજન સમાજ પાર્ટીએ હરીશ રાવતના પ્રયાસ પર સવાલ ઉઠાવ્યો, ‘આ જનતાને મૂર્ખ બનાવવાની રણનીતિ’

  નવી દિલ્હીઃ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત (Harish Rawat) ઈચ્છે છે કે કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને બસપા પ્રમુખ માયાવતી (Mayawati)ને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. તેઓએ ટ્વીટ કરીને ભારત સરકારને બંનેને પુરસ્કાર આપવાની માંગ કરી છે. તેના માટે રાવતે મહિલા સશક્તિકરણનો હવાલો આપ્યો છે. જોકે બસપા (BSP)એ હરીશ રાવતના પ્રયાસો પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો કે આ જનતાને મૂર્ખ બનાવવાની રણનીતિ છે.

  મૂળે, રાવતે કહ્યું કે સોનિયા ગાંધી અને માયાવતીએ મહિલા સશક્તિકરણમાં મોટું યોગદાન આપ્યું છે. તેઓએ કહ્યું કે, સોનિયા અને માયાતી બંને મોટી રાજનેતા છે. સોનિયા ગાંધીની રાજનીતિથી કોઈ એક વાર અસહમત હોઈ શકે છે, પરંતુ મહિલા સશક્તિકરણમાં તેમણે કરેલા કામોને નકારી ન શકાય. રાવતના જણાવ્યા અનુસાર, આજે તેમને નારીવાદની મૂર્તિ તરીકે જોવામાં આવે છે.

  કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રાવતે માયાવતીના પણ ખૂબ વખાણ કર્યા. તેઓએ કહ્યું કે, આવી જ રીતે માયાવતીએ કચડાયેલા અને પછાત વર્ગના હકો માટે અવાજ ઉઠાવ્યો. આ ઉપરાંત એ લોકોમાં વિશ્વાસની ભાવના જગાવી છે. કૉંગ્રેસ નેતાએ અપીલ કરી છે કે આ વર્ષે ભારત સરકારે બંને મહિલાઓને ભારત રત્ન આપીને સન્માન કરવું જોઈએ. રાવતની આ માંગ બાદ રાજકારણ ગરમાયું ગયું છે.

  આ પણ વાંચો, ભારતનો પ્રવાસ રદ કર્યા બાદ બોરિસ જોનસેને PM મોદી સાથે કરી વાત, કહ્યું- ટૂંક સમયમાં આવીશ

  બહુજન સમાજ પાર્ટીના નેતા ગૌતમે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેમની માંગ માત્ર જનતાને મૂર્ખ બનાવવાની રણનીતિથી વધુ કંઈ નથી. તેઓએ આ ઉપરાંત કૉંગ્રેસ સરકાર ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે, આ પહેલા કૉગ્રેસ સરકાર દલિત આઇકન બાબાસાહેબ આંબેડકરને ઉચ્ચ સન્માન આપવામાં અસફળ રહી હતી. બીજી તરફ બસપાના સંસ્થાપક કાશીરામ સાહૂ અને માયાવતી સહિત બીજા BSP નેતાઓની માંગ બાદ શક્ય બન્યું હતું.

  આ પણ વાંચો, UP: મહિલા સાથે ‘નિર્ભયા’ જેવી હેવાનિયત, ગેંગરેપ બાદ પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળીયો, પગ પણ તોડ્યો

  બસપા નેતા ગૌતમે વધુમાં કહ્યું કે, અમ આ જ સન્માન કાંશીરામજી માટે પણ માંગી રહ્યા હતા, પરંતુ જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી તો તેઓએ તેની પર ધ્યાન ન આપ્યું. હવે જ્યારે તેઓ સત્તામાં નથી તો આવી માંગ ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત બીજેપીએ પણ રાવતની માંગ પરર સવાલ ઉઠાવ્યા છે. બીજેપીએ કહ્યું કે રાવત કોઈ એવી વ્યક્તિને ઉચ્ચ સન્માન આપીને ખોટો દાખલો બેસાડવા માંગે છે, જે કોર્ટ કેસોનો સામનો કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Bharat Ratna, BSP, Mayawati, Sonia Gandhi, કોંગ્રેસ, ભાજપ, મોદી સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन