ગુરુવારે ઉત્તરાખંડના (Uttarakhand) પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત (Harish Rawat) કોંગ્રેસના સભ્યપદ કાર્યક્રમમાં કેટલાક લોકોને સામેલ કરવા અહીં આવ્યા હતા. આ દરમિયાન તેમણે જનસભાને પણ સંબોધી હતી. જનસભામાં સંબોધન કર્યા બાદ રાવત સ્ટેજ પરથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિ અચાનક સ્ટેજ પર ચઢી ગયો. તેણે છરી હલાવીને માઈક પકડી લીધું અને મેદાનમાં હાજર લોકોને જય શ્રી રામ બોલવા માટે કહેવા લાગ્યો. જો સૂત્રોચ્ચાર નહીં કરે તો ઘટનાસ્થળે હાજર રહેલા કોંગ્રેસના કાર્યકરો અને લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે સાંજે પકડી પાડ્યો
આ અનિચ્છનિય બનાવને પગલે સભા સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુથ કોંગ્રેસના વિધાનસભા ક્ષેત્રના પ્રમુખ પ્રભાત સાહની અને સ્ટેજ પર હાજર અન્ય એક કાર્યકર્તાઓએ યુવકને પકડીને તેના હાથમાંથી છરો છીનવી લીધો હતો. સાહની અને અન્ય કોંગ્રેસીઓ તેને પોલીસના હવાલે કરવા લઈ ગયા, પરંતુ તે હાથ છોડાવીને ભાગી ગયો હતો.
આ યુવકે હરીશ રાવતના આગમન સમયે પુષ્પમાળા પણ પહેરાવી હતી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનોજ જોશીએ, આ ઘટનાને લઈને સવાલો ઉઠાવ્યા છે. જોશીએ કહ્યું કે, યુવક છરી લઈને સ્ટેજ પર પહોંચ્યો પરંતુ ત્યાં સુધી પૂર્વ સીએમની સુરક્ષામાં લાગેલી પોલીસને તેની ખબર સુદ્ધાં નહોતી. આરોપ છે કે, ચૂંટણી પહેલા વાતાવરણ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. બીજી તરફ પાર્ટીના કેટલાક કાર્યકરોએ જણાવ્યું કે, આરોપી યુવક પહેલાથી જ કાર્યક્રમમાં હાજર હતો. તેણે પૂર્વ સીએમ હરીશ રાવતને તેમના આગમન પર પુષ્પમાળા પણ પહેરાવી હતી.
બીજી તરફ, કાશીપુર પોલીસ મનોજ રાતુરીએ મોડી સાંજે જણાવ્યું કે, પોલીસે યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રભાત સાહનીની ફરિયાદ પર પ્રતાપપુર ગામના રહેવાસી વિનોદ કુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કોતવાલી રાતુરીએ જણાવ્યું કે, આરોપી યુવકની પોલીસે ગુરુવારે મોડી સાંજે ધરપકડ કરી છે. રતુરીએ જણાવ્યું કે આરોપી યુવક માનસિક રીતે સ્વસ્થ નથી. કાશીપુરના એએસપી ચંદ્રમોહન સિંહે જણાવ્યું કે, પોલીસને પૂર્વ સીએમ હરીશ રાવતની સભા સ્થળના કેટલાક વીડિયો મળ્યા છે. ઘટનાના થોડા સમય પહેલા આરોપી યુવક કોંગ્રેસના કાર્યકરો સાથે ઝંડો પકડીને સૂત્રોચ્ચાર કરતો જોવા મળે છે. તેને શોધી કાઢવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર