Home /News /national-international /પતંજલિ યોગપીઠની ઓનલાઈન મીટિંગમાં અચાનક પોર્ન ફિલ્મ ચાલુ થઈ, લોકો શરમથી થયા પાણી પાણી
પતંજલિ યોગપીઠની ઓનલાઈન મીટિંગમાં અચાનક પોર્ન ફિલ્મ ચાલુ થઈ, લોકો શરમથી થયા પાણી પાણી
યુવકે મીટિંગની વચ્ચે એક અશ્લીલ ફિલ્મ અપલોડ કરી તેનું પ્રસારણ કર્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)
ખરેખરમાં પોર્ન ફિલ્મ ચલાવવાનું કારસ્તાન મહારાષ્ટ્રના પુણેથી ઝૂમ પર જોડાયેલા એક યુવક દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ઓનલાઈન મીટિંગ ચાલી રહી હતી.
પતંજલિ હેલ્થ રિસર્ચ સેન્ટરમાં ચાલી રહેલી ઓનલાઈન મીટિંગ દરમિયાન અશ્લીલ ફિલ્મ પ્રસારિત કરવા અંગે હરિદ્વારના બહાદરાબાદ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ખરેખરમાં પોર્ન ફિલ્મ ચલાવવાનું કારસ્તાન મહારાષ્ટ્રના પુણેથી ઝૂમ પર જોડાયેલા એક યુવક દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ઓનલાઈન મીટિંગ ચાલી રહી હતી.
આ દરમિયાન યુવકે મીટિંગની વચ્ચે એક અશ્લીલ ફિલ્મ અપલોડ કરી તેનું પ્રસારણ કર્યું હતું. ઘટના અંગે પતંજલિ વતી કમલ ભદોરિયા અને શિવમ વાલિયાએ રિપોર્ટ દાખલ કર્યો છે. એસએસપી અજય સિંહનું કહેવું છે કે પતંજલિની તરફથી કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે પતંજલિ યોગપીઠ સાથે જોડાયેલા તમામ લોકોની ઝૂમ મીટિંગ થઈ રહી હતી.
દેશ-વિદેશના લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર કનેક્ટ થઈને ઘણી મહત્વની બાબતોની ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવકે અશ્લીલ વીડિયો અપલોડ કર્યો હતો, જે વાયરલ થયો હતો. આ બેઠકમાં મહિલાઓ પણ જોડાઈ હતી.
આ મામલામાં પુણેના યરવડામાં બી.કોમ કોલેજ કેમ્પસ પાસે રહેતા આકાશ સામે આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર