હરેન પંડ્યા હત્યા કેસ : સુપ્રીમે પુનર્વિચાર અરજીઓ ફગાવીને 10 દોષિતોની સજા બરકરાર રાખી

News18 Gujarati
Updated: November 21, 2019, 12:43 PM IST
હરેન પંડ્યા હત્યા કેસ : સુપ્રીમે પુનર્વિચાર અરજીઓ ફગાવીને 10 દોષિતોની સજા બરકરાર રાખી
ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યા (ફાઇલ તસવીર)

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની વર્ષ 2003માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

  • Share this:
નવી દિલ્હી : હરેન પંડ્યા હત્યા કેસ (Haren Pandya Murder Case)માં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ દોષિતોની પુનર્વિચાર અરજીઓ (Review Petition)ને ફગાવી દીધી છે. દોષિતો તરફથી આ અરજીઓ 5 જુલાઈ 2019ના રોજ કરવામાં આવી હતી. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની કેટલાક લોકોએ વર્ષ 2003માં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ દરમિયાન તપાસમાં દોષી પુરવાર થયેલા 12 પૈકી 10 દોષિતોએ પુનર્વિચાર અરજીઓ દાખલ કરી હતી.

જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ વિનીત સરનની બેન્ચે પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી. બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું કે, અમે પુનર્વિચાર અરજીઓને જોઈ અને અમે માનીએ છીએ કે જે આદેશની સમીક્ષાની અપીલ કરવામાં આવી હતી તેમાં કોઈ પ્રકારની ભૂલ નથી જેના કારણે પુનર્વિચાર કરવામાં આવે. તેથી પુનર્વિચાર અરજી ફગાવી દેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, 26 માર્ચ 2003ના રોજ અમદાવાદમાં પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સીબીઆઈ તપાસમાં આવેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2002માં ગુજરાત તોફાનોનો બદલો લેવા માટે હરેન પંડ્યાની હત્યા કરી હતી. આ વર્ષે સુપ્રીમ કોર્ટે 12 આરોપીઓને આ કેસમાં દોષી કરાર કર્યા હતા. દોષિતોના નામ મોહમ્મદ રઉફ, મોહમ્મદ પરવેજ, અબ્દુલ કયૂમ શેખ, પરવેઝ ખાન પઠાણ ઉર્ફે અતહર પરવેઝ, મોહમ્મદ ફારૂક ઉર્ફે હાજી ફારૂખ, શાહનવાજ ગાંધી, કલીમ અહમદા ઉર્ફે કલીમુલ્લાહ, રેહાન પુથવાલા, મોહમ્મદ રિયાઝ સરેસવાલા, અનીજ માચિસવાલા, મોહમ્મદ યૂનુસ સરેસવાલા અને મોહમ્મદ સૈફુદ્દીન છે.આ પણ વાંચો,

પાકિસ્તાનનું હવે આવી બન્યું! ભારતને સોંપાયા વધુ 3 રાફૅલ ફાઇટર પ્લેન
પુલવામા જેવા હુમલાનું કાવતરું, આર્મી કાફલાના રસ્તામાં IED પાથર્યા
Published by: Mrunal Bhojak
First published: November 21, 2019, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading