કોલકાતા : તૃણમુલ કોંગ્રેસ છોડીને હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા સુવેંદુ અધિકારીએ (Suvendu Adhikari) એક રોડ શો દરમિયાન ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું કે હરે કૃષ્ણ, હરે-હરે! બીજેપી ઘરે-ઘરે. તૃણમુલના કદાવર નેતા સુવેંદુ અધિકારીએ ચૂંટણી પ્રચાર માટે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah)ઉપસ્થિતિમાં ભાજપા જોઈન કરી હતી.
2007માં નંદીગ્રામ આંદોલનથી તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીનો જીતનો રસ્તો થયો હતો. મમતાએ નંદીગ્રામમાં વામમોર્ચાના તત્કાલીન સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સામે આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલનને દબાવવા માટે તત્કાલીન વામપંથી સરકારે ગોળી પણ ચલાવી હતી. આ આંદોલનમાં સુવેંદુ અધિકારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સુવેંદુ અધિકારીને આ આંદોલને બંગાળના જનનેતા બનાવી દીધા હતા.
સુવેંદુ અધિકારીની મમતા બેનરજી સાથે વિવાદની શરૂઆત તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પાર્ટીમાં મહત્વની ભૂમિકા આપવા અને પ્રશાંત કિશોરની વધી રહેલી દખલને લઈને થઈ હતી. આ પછી પાર્ટીએ ઘણા પદોથી હટાવી દીધા હતા. જેનાથી નારાજ થઈને તેમના સમર્થકોએ ભારે સુત્ર્ત્રોચાર કર્યો હતો. 26 નવેમ્બરે હુગલી રિવર બ્રિજ કમિશનના (HRBC) અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. 27 નવેમ્બરે પરિવહન મંત્રીના પદેથી રાજીનામું આપ્યું હતું અને પછી ધારાસભ્ય પદ છોડી દીધું હતું. મમતા બેનરજીએ સુવેંદુ અધિકારીને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પણ તે માન્યા ન હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર