Home /News /national-international /

હેવાનિયતની હદ! 4 વર્ષની બાળકી પર 14 વર્ષના કિશોરે કર્યો બળાત્કાર, બાળકીની હાલત ગંભીર

હેવાનિયતની હદ! 4 વર્ષની બાળકી પર 14 વર્ષના કિશોરે કર્યો બળાત્કાર, બાળકીની હાલત ગંભીર

હરદોઈ હરપાલપુર રેપ કેસ

hardoi: હરદોઈ જિલ્લાના હરપાલપુર પોલીસ સ્ટેશન (harpalpur police station) વિસ્તારના એક ગામમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીં રહેતા એક યુવકની 4 વર્ષની દીકરી ઘરની બહાર ઝાડ પરથી શેતૂર ખાવા ગઈ હતી

વધુ જુઓ ...
    hardoi: યુપીના હરદોઈ જિલ્લાના હરપાલપુર પોલીસ સ્ટેશન (harpalpur police station) વિસ્તાર હેઠળના એક ગામમાં એક ચૌદ વર્ષના કિશોરે ચાર વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયત (Rape) ની ઘટનાને અંજામ આપ્યો હતો. બળાત્કારની ઘટના બાદ માસૂમની હાલત વધુ ખરાબ થતાં તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં એએસપી સીઓ ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિતાની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

    હરપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીં રહેતા એક યુવકની 4 વર્ષની દીકરી ઘરની બહાર ઝાડ પરથી શેતૂર ખાવા ગઈ હતી. આરોપ છે કે ગામનો એક 14 વર્ષનો કિશોર પણ ત્યાં હાજર હતો, તેણે પીડિતાને ઉપાડી લીધી અને તેની સાથે હેવાનિયતની ઘટનાને અંજામ આપ્યો. બળાત્કારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કિશોર પીડિતાને લોહીથી લથપથ છોડીને ભાગી ગયો હતો.

    આ પણ વાંચોસુરત : સાસુની હત્યા કરનાર પુત્રવધૂ અને તેનો ભાઈ પોલીસ સકંજામાં, જુઓ કેમ અને કેવી રીતે કરી હત્યા?

    આરોપીની ધરપકડ

    લાંબા સમય બાદ પણ માસૂમ ઘરે ન પહોંચતા તેની શોધખોળ કરવામાં આવી તો તે લોહીથી લથપથ મળી આવી હતી. જે બાદ હોબાળો મચી ગયો હતો. સંબંધીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ એએસપી અનિલ કુમાર યાદવ સીઓ હરપાલપુર અને ફોરેન્સિક તપાસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ASPએ કહ્યું કે, આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીડિતાને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Up crime, Up crime news, UP news, ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ News, ઉત્તર પ્રદેશ સમાચાર

    આગામી સમાચાર