Home /News /national-international /હાર્દિકે તેજસ્વી સાથે કરી મુલાકાત, નીતીશકુમારને લીધા આડાહાથે

હાર્દિકે તેજસ્વી સાથે કરી મુલાકાત, નીતીશકુમારને લીધા આડાહાથે

હાર્દિક પટેલ અને તેજસ્વી

ગુજરાતમાં પટેલ અનામત આંદોલન કમિટીના સંયોજક હાર્દિક પટેલે ભાજપ પછી હવે જેડીયૂ પ્રમુખ નીતિશ કુમાર પર નિશાન સાધ્યો છે. એક સમયે ગુજરાતમાં પટેલોને અનામત પર નીતિશ કુમારે હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. જોકે, જ્યારથી નીતિશ એનડીએમાં ગયા છે ત્યારથી હાર્દિક પટેલ પણ નીતિશ પર નિશાન સાંધવા લાગ્યો છે. હવે હાર્દિકે નીતીશ કુમારના સૌથી મોટા વોટ બેંક કુર્મી સમાજને સાધવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. શુક્રવારે પટનામાં થયેલી રેલીમાં કુર્મી સમાને સાધવા માટે નીતીશ કુમાર પર શાબ્દિક હુમલો કર્યો હતો.

બિહાર યાત્રાના બીજા દિવસે હાર્દિક પટેલ વિપક્ષ નેતા તેજસ્વી યાદવને મળવા માટે પણ પહોંચ્યો હતો. મીડિયા સામે બંને નેતાઓ ખુશીથી મળ્યા હતા. ત્યાર પછી બંને નેતાઓ થોડી વાર સુધી એક રૂમમાં બંધ રહ્યાં હતા અને ચર્ચા કરી હતી, જેના કારણે રાજકારણ ગરમાયું છે. તેજસ્વી સાથે મુલાકાત કર્યા બાદ હાર્દિકે કહ્યું કે, તાનાશાહી તાકાતો સામે અમે લોકો એકસાથે મળીને લડીશું. જ્યારે તેજસ્વીએ હાર્દિક સાથે થયેલી મુલાકાતની તસ્વીરો ટ્વિટર પર પોસ્ટ કરી. આ સાથે લખ્યું કે, મહાત્મા ગાંધીની જન્મભૂમિથી ચાલીને કર્મભૂમિ પધારેલ યુવા સાથી હાર્દિક પટેલ સાથે પોતાના આવાસ પર મુલાકાત થઈ. અમે યુવા દક્ષિણપંથી અધિનાયકવાદને ખત્મ કરવા, સમતાવાદી સમાજની રચના, યુવાનો અને ખેડૂતો માટે સંઘર્ષ કરી રહ્યાં છીએ. અમે તાનાશાહી તાકાત સામે મળીને લડીશું અને જીતીશું.

પટનામાં પટેલ જાગૃત્તા સંમેલન દરમિયાન હાર્દિક પટેલ. PTI


પટનામાં પટેલ જાગૃત્તા સંમેલનને સંબોધિત કરતા હાર્દિક પટેલે નીતિશ કુમારની સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેમને લોકોને તેની રેલીમાં આવવાથી રોક્યા હતા. હાર્દિક પટેલે રેલીમાં આવેલા લોકોને સંબોધન કરતાં કહ્યું, મારી રેલીમાં આવનાર ગાડીઓને રોકવામાં આવી હતી. શહેર બહાર નાકાબંધી કરવામાં આવી છે, તે છતાં તમે બધા આવ્યા તમારૂ ધન્યવાદ, હાર્દિકે કહ્યું, તમારી અવાજ તેમના સુધી પહોંચવી જોઈએ જે અમારા છે જે અમારા સાથે નથી.

બિહારમાં બધી જ જાતિઓને સાધવાનો પ્રયત્ન કરતાં કહ્યું હાર્દિકે પોતાનું નામ જણાવતા કહ્યું, મારૂ નામ કુર્મી કુશવાહા ધાનુક હાર્દિક પટેલ છે. તેમને કહ્યું, મને બિહાર આવવાથી રોકવાના પ્રયત્ન પણ કર્યો છે. મને ગુજરાત જેવો જ જોશ બિહારમાં જોવા મળ્યો છે. બિહારમાં કુર્મી સમાજ એક ના થાય તેથી તેને એવી રીતે વેચવામાં આવ્યો છે, જે વાતને અમે બધા જાણીએ છીએ.



હાર્દિક પટેલે કહ્યું, બિહાર પછાત રાજ્ય છે, આને બદલવાની જરૂરત છે. જ્યાર સુધી તમે જાગૃત બનશો નહી ત્યાર સુધી લોકો તમારો ઉપયોગ કરતાં રહેશે. કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં હાર્દિકે કહ્યું, સ્વામીનાથન આયોગની ભલામણો લાગૂં કરવાની વાતો કરવામાં આવી હતી પરંતુ શું થયું. રોજગાર બાબતે પણ હાર્દિકે કેન્દ્ર સરકાર પર નિશાન સાંધ્યા હતા.

હાર્દિકે રેલીને સંબોધન કરતાં નીતીશ કુમારનું નામ લીધા વગર કહ્યું કે, હું કોઈનો વિરોધ કરતો નથી, હું જાણું છું હવે અમારી વાતો સાંભળવામાં આવશે. અમે બંને સાથે ચાલ્યા હતા. રસ્તો તેમને બદલી નાંખ્યો તેમાં અમે શું કરીએ. અમે ક્યાં વિરોધ કર્યો. જો કોઈ બોક્સમાં ખરાબ ફળ હોય તો તેને નિકાળીને ફેકી દેવો જોઈએ. કુર્મી કુશવાહ અને ધાનુક એક થઈ જાય તો કોઈ કંઈજ ના કરી શકે. હાર્દિકે કહ્યું કે, આવનારા બે વર્ષની અંદર ગાંધી મેદાનમાં 10 લાખ કુર્મિયોને ભેગા કરવા છે, જેને જો કરવું હોય તે કરી લે.
First published:

Tags: Nitish Kumar, Tejashwi yadav, હાર્દિક પટેલ