ભાજપ વિરોધી રેલીમાં હાર્દિકનો હુંકાર: 'નેતાજી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે'

News18 Gujarati
Updated: January 19, 2019, 12:38 PM IST
ભાજપ વિરોધી રેલીમાં હાર્દિકનો હુંકાર: 'નેતાજી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે'
હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

મમતા બેનર્જી દ્વારા કોલકાતામાં આયોજિત મહારેલીમાં હાર્દિક પટેલ ઉપરાંત જિજ્ઞેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા

  • Share this:
મમતા બેનર્જી દ્વારા કોલકાતામાં આયોજિત મહારેલીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સામેલ થયો હતો. એકત્ર થયેલી જનમેદનીને સંબોધતા હાર્દિકે કહ્યું કે, આ દેશને બચાવવા માટે આ દેશના બંધારણને બચાવવા માટે આજે સૌ એકજૂથ થયા છીએ. આ ધરતીના સપૂત સુભાષબાબુએ નારો આપ્યો હતો કે તૂમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા. સુભાષબાબુ ગોરાઓ સામે લડ્યા હતા જ્યારે મને લાગે છે કે આપણે સૌએ ભેગા થઈ ચોરો સામે લડવાનું છે. ત્યારે આપણે આ દેશને બચાવી શકીશું.

મમતા બેનર્જીનો આભાર વ્યક્ત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, આવનારી પેઢી માટે, આ દેશના બંધારણ માટે આપે જે આ જનમેદની બોલાવી છે. હું દાવા સાથે કહી શકું છું કે આ જનમેદની એવી ક્રાંતિ લાવશે કે આ દેશમાં બેઠેલી ખરાબ તાકાતો, આ દેશમાં બેઠેલા ગુંડાલોકોને એક જૂથ લઈને લડવા માટે તૈયાર છે.

આ ઉપરાંત હાર્દિકે કહ્યું કે, આ નારાઓ એટલા બુલંદ લાગી રહ્યા છે જાણે સમુદ્રની લહેરો આવી રહી છે. જેમ સુભાષ બાબુ ગોરાઓ સામે લડ્યા એમ આપણે સાથે મળી ચોરો સામે લડીશું.

આ પણ વાંચો, કેજરીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે-એકલા હાથે લડશે
First published: January 19, 2019, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading