ukraine russia war- કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે મારી પાસે યૂએસએ, કેનેડા, જર્મની, યૂકે, ફ્રાન્સ, સ્પેન, શ્રીલંકા અને ભારતના તુલનાત્મક ડેટા છે
નવી દિલ્હી : રશિયા અને યુક્રેનના યુદ્ધના (ukraine russia war)કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો પર ઉતાર-ચડાવ યથાવત્ છે. જોકે તેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Price) પર પડી નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી શકે છે. જોકે વધારો થયો નથી. પેટ્રોલ-ડીઝલને કિંમતને લઇને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri)સોમવારે સંસદમાં નિવેદન આપ્યું છે.
અમેરિકામાં તો 50% મોંઘું થયું પેટ્રોલ, ભારતમાં ફક્ત 5 ટકા
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે મારી પાસે યૂએસએ, કેનેડા, જર્મની, યૂકે, ફ્રાન્સ, સ્પેન, શ્રીલંકા અને ભારતના તુલનાત્મક ડેટા છે. આ બધા દેશોમાં પ્રતિનિધિ ગાળા દરમિયાન પેટ્રોલની કિંમતમાં 50%, 55%, 58%, 55% ની વૃદ્ધિ થઇ છે. ભારતમાં આ ફક્ત 5 % વધ્યું છે.
તેમણે કહ્યું કે જ્યારે આપણે જોયું કે ગ્રાહકોને રાહત પ્રદાન કરવાની જરૂરિયાત છો પીએમએ 5 નવેમ્બર 2021ના રોજ કિંમતમાં ઘટાડો કર્યો હતો. અમે કેટલાક પગલાં ભર્યા છે અને વધારે પગલાં ભરવા માટે તૈયાર છીએ. 9 રાજ્યોએ આવું કર્યું નથી. ટેક્સેશન ફક્ત એક પહેલું છે. અમારે ગ્રાહકોને રાહત પ્રદાન કરવાની છે.
पीएम मोदी ने ग्राहक को राहत देने के लिए 4 नवंबर 2021 को पेट्रोल और डीज़ल के दाम कम किए हैं और हमने और भी कदम उठाए। लेकिन 9 राज्यों ने इसके दाम कम नहीं किए: पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी pic.twitter.com/nTUuLJ7cNh
- ગુરુગ્રામમાં પેટ્રોલ 95.90 રૂપિયા અને ડીઝલ 87.11 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
- લખનઉમાં પેટ્રોલ 95.27 રૂપિયા અને ડીઝલ 86.79 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
- જયપુરમાં પેટ્રોલ 107.11 રૂપિયા અને ડીઝલ 90.74 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર