Home /News /national-international /ભારતને જ્યાંથી ઓઇલ ખરીદવું હશે ત્યાંથી જ ખરીદશે, કોઈનાં દબાણમાં અવશે નહીં: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

ભારતને જ્યાંથી ઓઇલ ખરીદવું હશે ત્યાંથી જ ખરીદશે, કોઈનાં દબાણમાં અવશે નહીં: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

અમેરીકામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

Hardeep Singh Puri In US: અમેરીકામાં કેન્દ્રિય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યુ હતું કે ભારતને ઓઇલની જરૂરિયાત પુરી કરવા માટે જ્યાંથી ખરીદવું પડશે ત્યાંથી ખરીદશે, કોઈનાં દબાણમાં આવશે નહીં.

વોશિંગ્ટન: કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે ભારતને કોઈએ રશિયન ઓઇલ ખારીદવાનું બંધ કરવા નથી કહ્યું. અમેરિકન ઉર્જા સચિવ જેનિફર ગ્રાનહોમ સાથે દ્વિપક્ષીય બેઠક બાદ વોશિંગ્ટનમાં કેન્દ્રીય મંત્રીએ ખ્યું હતું કે પોતાનાં નાગરિકોની ઈંધણ જરૂરિયાત પૂરી કરવા માટે ભારત સરકારનું નૈતિક કર્તવ્ય છે કે તે જ્યાં સસ્તું તેલ મળતું હોય ત્યાંથી જ ખરીદે. અને જ્યાંથી ખરીદવા ઈચ્છે છે ત્યાંથી જ ખરીદ ચાલુ રાખે. મંત્રીએ કહ્યું હતું કે જો તમે પોતાની નીતિઓ અંગે સ્પષ્ટ હોવ તો તેનો અર્થ એ થયો કે તમે ઉર્જા સુરક્ષા અને ઉર્જા સામર્થ્યમાં વિશ્વાસ રાખો છો અને તો તમારે એ જ સ્ત્રોત પાસેથી ઈંધણ ખરીદવું જોઈએ જ્યાંથી તમને ખરીદી સુવિધાજનક લાગે.



યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ઓઇલ ખરીદી મુદ્દે નવી દિલ્હીનું વલણ સ્પષ્ટ કરતાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું હતું કે ભારત ત્યાંથી જ ઓઇલ ખરીદી ચાલુ રાખશે જ્યાંથી તેને ઠીક લાગશે. તેનું સીધું કારણ એ છે કે આ પ્રકારની ચર્ચાથી ભારતની ગ્રાહક ક્ષમતા વસ્તીને જોતાં પૂરી થઈ શકે એમ નથી. તેમણે જણાવ્યુ હતું કે,'શું આપણે રશિયન ઓઇલ ખરીદવાનું બંધ કરી દેવું જોઈએ? તો આ સવાલનો જવાબ સ્પષ્ટ નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે ઘણા તબક્કે જણાવ્યુ છે કે રશિયન ઓઇલ ખરીદવાનું ચાલુ રાખવા માટે શું કારણ જવાબદાર છે.





ઉલ્લેખનીય છે કે રશિયા પાસેથી ઓઇલ ખરીદી અંગે ભારતના વલણ અંગે અગાઉ વિદેશમંત્રી જયશંકર પણ સ્પષ્ટતા કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં તોફાનીઓનું વધુ એક કાયરતાપૂર્ણ કૃત્ય, વર્ષો જુનાં હિન્દુ મંદિરની મૂર્તિઓ તોડવામાં આવી

હવે  કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ  પુરીએ જણાવ્યુ હતું કે પેટ્રોલ અને ડીઝલના સંદર્ભમાં, જો ઉત્તર અમેરિકામાં 43-46% વધારો થાય છે, તો ભારતમાં અમે કિંમતોમાં માત્ર 2% અથવા તેથી વધુ વધારો કરવાની મંજૂરી આપીએ છીએ. ગેસના સંદર્ભમાં, વૈશ્વિક બેન્ચમાર્ક 260-280% વધ્યા છે અને ગેસના ભાવ વધારાને નિયંત્રિત કરવાની અમારી પોતાની ક્ષમતા લગભગ 70% હતી.
First published:

Tags: Gujarati news, Hardeep singh puri, India Russia, Washington