Home /News /national-international /

Success Story: 90 વર્ષના બા અથાણા-બરફી વેચીને બ્રાન્ડ બની ગયા, આવે છે દુનિયાભરમાંથી ઓર્ડર

Success Story: 90 વર્ષના બા અથાણા-બરફી વેચીને બ્રાન્ડ બની ગયા, આવે છે દુનિયાભરમાંથી ઓર્ડર

તેમના હાથથી બનેલી બરફી અને અથાણાંના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે

તેમના હાથથી બનેલી બરફી અને અથાણાંના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. આ કારણે 'નાની' હવે 'ગ્લોબલ ગ્રેની' બની ગયા છે.

પ્રાંજુલ સિંહ, ચંદીગઢ:  ચંદીગઢ (Chandigarh)ના રહેવાસી 96 વર્ષીય હરભજન કૌરને લોકો પ્રેમથી 'નાની' કહીને બોલાવે છે અને તેમના હાથથી બનેલી બરફી અને અથાણાંના (Harbhajan kaur started entrepreneurial journey at 90) ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. આ કારણે 'નાની' હવે 'ગ્લોબલ ગ્રેની' (global Granny) બની ગયા છે.

ન્યૂઝ18 સાથે વાત કરતા તેઓ કહે છે, સ્વાદની આ સફર 6 વર્ષ પહેલા શરૂ થઈ હતી. મારી દીકરી સાથે જીવન વિશે વાત કરતાં મેં કહ્યું હતું કે મારું આખું જીવન બીજાના સહારે વીતી રહ્યું હોવાનો રંજ છે. હું ક્યારેય મારા પગ પર ઉભી રહી શકી નથી. હું મારી જાતે એક પણ રૂપિયો કમાઇ શકી નથી. આ સાંભળીને દીકરી રવીના સૂરીએ બરફી અને અથાણાં વેચવાનું સૂચન કર્યું હતું. આ સૂચન તેમને અનુકૂળ આવ્યું હતું. તેમણે 5 કિલો બેસનની બરફી અને ટામેટાની ચટણીની 10 બોટલ બનાવી અને સુખના તળાવ નજીકની માર્કેટમાં વેચવા ગઈ હતી અને થોડા જ કલાકોમાં તેનો બધો સામાન વેચાઈ ગયો હતો.

3000 રૂપિયા હતી પહેલી કમાણી

તેમની પૌત્રી મલ્લિકા સૂરી કહે છે, "તે દિવસે નાની ખૂબ ખુશ હતા. 3000ની કમાણી કરી તેમણે દીકરીઓમાં વહેંચી દીધી હતી. આનાથી તેમને પ્રોત્સાહન પણ મળ્યું હતું અને તે પછી તેણે બરફી અને અથાણાં બનાવવાનું શરૂ કર્યું હતું. ઘરના લોકો પણ તેમનો સાથ આપવા લાગ્યા હતા. તેમણે ઘણા પ્રદર્શનોમાં જવાનું શરૂ કર્યું અને બરફી-અથાણાંનો સ્ટોલ સેટ કરવાનું શરૂ કર્યું હતું. તેનાથી તેમને લોકોમાં ઓળખ પણ મળી હતી. તે પછી અમે ઓનલાઇન પણ વેચવાનું વિચાર્યું હતું.

ટેગલાઇને છે ખૂબપ રસપ્રદ

મલ્લિકા કહે છે, "નાનીની હાથથી બનેલી વાનગીના ઘરમાં સૌ કોઈ પહેલેથી જ દિવાના હતા. બહારથી આવેલા લોકોને પણ તે પસંદ આવવા લાગી હતી. અમે અમારા બાળપણથી બહાર કંઈપણ ખાધું નથી. મારી દાદીએ ઘરે જ બધું બનાવ્યું હતું. અથાણાંથી માંડીને બરફી અને જામથી માંડીને સ્ક્વોશ સુધી તે બધું ઘરે જ બનાવતી હતી. આવી સ્થિતિમાં જ્યારે અમે ઓનલાઇન વેચવાનું વિચાર્યું ત્યારે અમે તેની ટેગ લાઇન 'બચપન કી યાદે' રાખી હતી.

મલ્લિકા કહે છે, "શરૂઆતનાં થોડાં વર્ષો સુધી બહુ ઓછા ઑર્ડર આવ્યા હતા. આ દરમિયાન મારા લગ્ન થયા હતા. તે સમયે તેમણે અલગ જ પ્લાન બનાવ્યો હતો. 350 લોકોને કંકોત્રી સાથે પોતાના હાથે બનાવેલી બરફી, જામની બોટલ અને એક શીશી અથાણું મોકલ્યું હતું. જે લોકોએ તેને ખાધું તે બધા તેમના દિવાના બની ગયા અને તે પછી સતત ઓર્ડર આવવા લાગ્યા હતા."

આનંદ મહિન્દ્રાનું પણ યોગદાન

હરભજન કૌરની આ સફરમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. આનંદ મહિન્દ્રાએ હરભજન કૌરનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગયો હતો. ત્યાર બાદ તેમની ચર્ચા આખા દેશમાં થવા લાગી હતી. લોકોએ ઓર્ડર આપવાનું શરૂ કર્યું અને વ્યવસાયે વેગ પકડ્યો હતો. આ પછી પંજાબના અનેક મંત્રીઓએ પણ ટ્વિટ કરીને હરભજન કૌરના વખાણ કર્યા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને હરસિમરત કૌર બાદલનો પણ સમાવેશ થાય છે.

કોરોનાને પણ આપી ચૂક્યા છે મ્હાત

મલ્લિકા કહે છે, "નાનીને રસોઈ બનાવવાનો એટલો શોખ છે કે જ્યારે કોરોના દરમિયાન ઓર્ડર મળવાનું બંધ થઈ ગયું, ત્યારે તે દરમિયાન પણ તે પરિવારના સભ્યો માટે કંઈક બનાવતી હતી. અમે આખા લોકડાઉનમાં જે પણ બનાવ્યું છે તેની રીલ્સ અને રેસિપી ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા હતા. લોકો તેની રેસિપી ફોલો કરતા હતા અને કોમેન્ટ પણ કરતા હતા. જો કે દુર્ભાગ્યવશ કોરોનાની બીજી લહેર દરમિયાન તેમને કોવિડ પણ થયો હતો. અમારા પરિવાર માટે તે મુશ્કેલ સમય હતો. તેમની હાલત ગંભીર હતી અને અમે બધા ખૂબ ડરી ગયા હતા. તેને સ્વસ્થ થવામાં સમય લાગ્યો હતો. પરંતુ તેમણે પોતાની જીવંતતાથી કોરોનાને હરાવ્યો."

બે મહિલાઓ કરે છે તેમની મદદ

તે કહે છે, "હવે આખું પ્રોડક્શન મોહાલીમાં મારા ભાઈના 'ક્લાઉડ કિચન'માં થાય છે. હવે અમને વધુ ઓર્ડર મળી રહ્યા છે. નાનીથી આટલું બધું ખાવાનું એક સાથે બનતું નથી. અત્યારે ક્લાઉડ કિચનમાં 2 મહિલાઓ બધું જ બનાવે છે. તેમને દાદી દ્વારા તાલીમ આપવામાં આવે છે. ક્વોલિટી કંટ્રોલ હજી પણ નાની પાસે છે. દરેક બેચ બનીને પહેલા ચાખવા માટે તેમની પાસે જાય છે, જ્યારે તેઓ સંતુષ્ટ થાય છે ત્યારે જ ડિલીવર કરવામાં આવે છે. "

મલ્લિકાના જણાવ્યા અનુસાર, "પહેલા તમામ ઓર્ડર ડીટીડીસી દ્વારા મોકલવામાં આવતા હતા. પરંતુ હવે તેઓ એમેઝોન આર્ટિસન પર લિસ્ટેડ છે, જેના કારણે ડિલિવરી ઘણી સરળ બની ગઈ છે. આ સિવાય શોપમેટ પર પણ તેની પોતાની વેબસાઇટ છે અને ચંદીગઢમાં 'દસ્તાન' નામની રેસ્ટોરન્ટમાં પણ તેમણે બનાવેલી વસ્તુઓ ઉપલબ્ધ છે.

બોલીવૂડની હસ્તીઓ પણ આપે છે ઓર્ડર

તેણે આગળ ઉમેર્યુ કે, "જ્યારે નાનીને ધર્મા પ્રોડક્શન્સ તરફથી 10 બોક્સનો ઓર્ડર મળ્યો હતો. ત્યારે તેની ખુશી જોવા જેવી હતી. ત્યારબાદ તેને નીતુ સિંહ અને અનિલ કપૂરના પરિવાર તરફથી પણ ઓર્ડર મળ્યા હતા. તેના માટે આ એક મોટી વાત હતી, પરંતુ તે નાનામાં નાની વાતોથી પણ ખૂબ ખુશ થઈ જાય છે. એકવખત એક બ્રાન્ડે તેમને ફૂટ મસાજર્સ મોકલ્યા હતા. તે દિવસે પણ તે ખૂબ જ ખુશ હતા. આ બધી બાબતો તેમના માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. તેથી જ અમે તેને 'ગ્લોબલ ગ્રેની' પણ કહીએ છીએ."

શું છે ભવિષ્યની યોજના?

જ્યારે તેને તેની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તે કહે છે કે, "આ સ્ટાર્ટઅપનો હેતુ ક્યારેય નફો કમાવવાનો નહોતો. માત્ર હરભજન કૌરજીનો શોખ હતો. તે ફક્ત લોકોને ઘરે બનાવીને ખવડાવવા માંગે છે અને તેનાથી તેઓ ખુશ થાય છે. અમે પ્રયત્ન કરીશું કે તેને ક્યારેય બંધ ન થવા દઈએ અને તેમના વારસા તરીકે અમે તેને આગળ વધારી શકીએ છીએ. અમારો પ્રયાસ હશે કે વધુમાં વધુ મહિલાઓને તક આપવામાં આવે. જે પણ મહિલાઓ કામ કરવા માંગે છે અને આત્મનિર્ભર બનવા માંગે છે, અમે તેમને એક તક આપીએ છીએ. કારણ કે હરભજનજી માટે આ સ્ટાર્ટઅપનો હેતુ આત્મનિર્ભર બનવાનો હતો. તેથી અમે તેને આગળ ધપાવવાનો પ્રયત્ન કરીશું." મલ્લિકાના જણાવ્યા અનુસાર, "આગામી દિવસોમાં હાથથી બનેલી વસ્તુઓની કિંમત વધુ વધશે કારણ કે હવે લોકોને તેમના ઘરોમાં હાથથી વસ્તુઓ બનાવવાનો સમય મળતો નથી."

આશા ક્યારેય ન છોડશો

હરભજન કૌરનું માનવું છે કે, ફરી શરૂઆત કરવામાં ક્યારેય મોડું થતું નથી. જો તે 90 વર્ષની ઉંમરે કરી શકે છે, તો કોઈ પણ કરી શકે છે. એકવાર બગડશે, બીજી વખત ફરીથી બનાવો, કદાચ તે ફરીથી બગડશે, પરંતુ ત્રીજી વખત તે સફળ થઈ જશે. તમારે ક્યારેય હાર ન માનવી જોઈએ અને ક્યારેય આશા છોડવી જોઈએ નહીં.

તેઓ વધુમાં કહે છે કે, મારી સ્ટોરી અખબાર-ટીવીમાં છપાય તો સારું લાગે છે. તે બધા મને ખૂબ જ પ્રેમ આપે છે. બાળપણમાં પિતાજી અમારી પસંદગીની વાનગી બનાવતા હતા. તેમણે મને શીખવ્યું હતું. તે જ્યારે પણ પોતાની બહેનોના સાસરે જતા ત્યારે આ બધું પોતાના હાથે બનાવીને ઘરે લઈ જતા હતા. મારા લગ્ન થયા ત્યારે હું મારા સાસરે બનાવતી હતી તો લોકોને ખૂબ પસંદ આવતું હતું. મેં મારી માતા પાસેથી કેટલીક બાબતો શીખી છે."
First published:

Tags: National news, Success story

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन